Translate to...

સુબ્રમણ્યમ સ્વામીએ હવે સલમાન, શાહરુખ, આમિર પર નિશાન સાધ્યું, કહ્યું - શું તેઓ કાયદાથી ઉપર છે, તેમના ઇન્ડિયા-દુબઇ કનેક્શનની તપાસ થવી જોઈએ

સુબ્રમણ્યમ સ્વામીએ હવે સલમાન, શાહરુખ, આમિર પર નિશાન સાધ્યું, કહ્યું - શું તેઓ કાયદાથી ઉપર છે, તેમના ઇન્ડિયા-દુબઇ કનેક્શનની તપાસ થવી જોઈએ
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં CBI તપાસની તરફેણમાં આવેલ સુબ્રમણ્યમ સ્વામીએ બોલિવૂડના ત્રણ ખાન સલમાન, શાહરુખ અને આમિર ખાનના મૌનને લઈને સવાલ કર્યા છે. આ સાથે જ ભાજપના રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેબિનેટ મંત્રી સ્વામીએ ત્રણેય ખાનની સંપત્તિની તપાસ કરવાની માગ પણ કરી છે.

કેમ ચૂપ છે ત્રણેય બાહુબલી?સ્વામીએ ત્રણેય ખાનને બાહુબલીની ઉપમા આપીને સવાલ કરતાં ટ્વીટમાં લખ્યું કે, બોલિવૂડના ત્રણ બાહુબલી સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાન સુશાંત સિંહની આત્મહત્યા બાબતે ચૂપ કેમ છે?

ત્રણેય ખાનની સંપત્તિની તપાસ થાય: સ્વામીએક અન્ય ટ્વીટમાં સ્વામીએ ત્રણેય ખાનની સંપત્તિની તપાસની માગ કરી છે. તેમણે લખ્યું, ત્રણેય ખાન બાહુબલીઓની ભારત અને વિદેશોમાં, ખાસ દુબઇમાં રહેલ સંપત્તિની તપાસ થવી જોઈએ. કોને તેમને બંગલા ગિફ્ટ કર્યા? કઈ રીતે તેમણે આ સંપત્તિ ખરીદી? SITના ED, CBIના IT દ્વારા આની તપાસ થવી જોઈએ. શું તેઓ કાયદાથી ઉપર છે?

ટ્વિટર યુઝર્સે સ્વામીનું સમર્થન કર્યુંત્રણેય ખાન પર જ્યારે સ્વામીએ સવાલ કર્યા તો ટ્વિટર યુઝર્સ પણ તેમના સમર્થનમાં આવી ગયા છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું, જ્યારે સંજય દત્ત જેલ ગયો તો તે બધા (બોલિવૂડ સ્ટાર્સ) તેના સપોર્ટમાં આવ્યા હતા અને હવે સુશાંત સિંહ રાજપૂત જે તેમનામાંનો જ એક હતો ત્યારે કોઈ કશું બોલી રહ્યું નથી. આખી બોલિવૂડ ગેંગ પર કલંક છે.

એક અન્ય યુઝરની કમેન્ટ હતી, સર અમુક લોકોને છોડીને (જે સ્વાભાવિક રીતે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં આઉટસાઈડર છે) આખું બોલિવૂડ મૂંગું, બહેરું, અંધ થઇ ગયું છે. ઠીક છે, તેમને ચૂપ જ રહેવા દો. જ્યારે તેમની ફિલ્મ રિલીઝ થશે, ત્યારે આપણે આપણી તાકાત દેખાડશું. હવે મને આ લડાઈમાં મજા આવી રહી છે.

એક યુઝરે અમિતાભ બચ્ચન અને પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું. તેમણે લખ્યું, માત્ર આ ત્રણ નામ જ કેમ? કોઈ સ્ટેન્ડ નથી લઇ રહ્યું. ન અમિતાભ બચ્ચન, ન મોદી અને ન તેમના પરિવારવાળા. કોના કોના નામ લઉં.

ગુરુવારે સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને માહિતી આપી કે તેમણે વકીલ, ઈકોનોમિસ્ટ અને પોલિટિકલ એનાલિસ્ટ ઇશકરણ સિંહ ભંડારીને સુશાંત આત્મહત્યા કેસમાં ફેક્ટ્સની તપાસ કરવા કહ્યું છે જેથી તેઓ જાણી શકે કે આ કેસમાં CBI તપાસની જરૂર છે કે નહીં.સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરી પૂછ્યું કે ત્રણેય ખાન પાસે ભારત અને વિદેશોમાં આટલી સંપત્તિ ક્યાંથી આવી છે?