Translate to...

સુબ્રમણ્યમ સ્વામીએ એડવોકેટ ઈશકરણને તથ્યો તપાસવાનું કહ્યું

સુબ્રમણ્યમ સ્વામીએ એડવોકેટ ઈશકરણને તથ્યો તપાસવાનું કહ્યું
સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસની તપાસ CBI કરે તેવી માગણી એક્ટરના ચાહકો સતત કરી રહ્યાં છે. ભાજપ સાંસદ રૂપા ગાંગુલી તથા એક્ટર શેખર સુમને પણ આ અંગે વાત કરી હતી. હવે ભાજપના રાજ્યસભાના સાંસદ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ આ કેસની તપાસ એડવોકેટને કરવાનું કહ્યું છે.

સ્વામીએ એડવોકેટ, ઈકોનોમિસ્ટ તથા પૉલિટિકલ એનાલિસ્ટ ઈશકરણ સિંહ ભંડારીને આ કેસના તથ્યોની તપાસ કરવાનું કહ્યું છે, જેથી એ વાત સમજી શકાય કે આ કેસ CBIને સોંપવો જોઈએ કે નહીં.

ઈશકરણ હાલમાં બંધારણની કલમો જોઈ રહ્યાં છેસ્વામીના મતે, હાલમાં ઈશકરણ એ જોઈ રહ્યાં છે કે આ કેસમાં બંધારણની કઈ કલમો લાગુ પડે છે. સ્વામીએ ટ્વીટ કરી હતી, હાલમાં ઈશકરણ એ જાણવાનો પ્રયાસ કરે છે કે આ કેસમાં આર્ટિકલ 21ની સાથે IPCના સેક્શન 306 કે 308 લાગુ થાય છે કે નહીં. જો પોલીસના વર્ઝનનો સ્વીકાર કરી લેવામાં આવે એટલે કે આ એક આત્મહત્યા હતી કે પછી એક્ટરને આમ કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો?

જ્યારે એક ચાહકે સ્વામીને પૂછ્યું કે કેસમાં સેક્શન 302નો એન્ગલ કેમ જોવામાં આવતો નથી? તો સ્વામીએ રિપ્લાય આપ્યો હતો કે ટ્રાયલ દરમિયાન આ 302માં ફેરવાઈ જશે. સ્વામીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું, આની શરૂઆત આત્મહત્યા માનીને કરવામાં આવશે અને CBI તપાસમાં પુરાવા સામે આવ્યા બાદ ચાર્જશીટમાં આ મર્ડર બની જશે.

રૂપા ગાંગુલીએ ઈશકરણનો આભાર માન્યોસુશાંતના કેસમાં દરમિયાનગીરી કરવા બદલ રૂપા ગાંગુલીએ ઈશકરણનો આભાર વ્યક્ત કર્યો હતો. રૂપા ગાંગુલીએ ટ્વીટ કરીને કહ્યું હતું, આભાર સર. તમારા જેવા ઈકોનોમિસ્ટ તથા સીનિયર પોલિટિશિયન આ કેસની હકીકત જાણવાનો પ્રયાસ કરશે.

ભંડારીએ રૂપાને જવાબ આપતા કહ્યું હતું, આભાર રૂપા. તમે સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે અવાજ ઊઠાવી રહ્યાં છો. હું સત્યને જાણવાનો પ્રયાસ કરીશ અને તમામ દસ્તાવેજો તથા પુરાવાઓ સાથે આગામી પગલું ઊઠાવીશ.

અત્યાર સુધી 34 લોકોના નિવેદન લેવામાં આવ્યા14 જૂનના રોજ સુશાંતે પોતાના મુંબઈ સ્થિત ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. પોસ્ટમોર્ટમ તથા વિસેરા રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે શ્વાસ રૂંધાવવાને કારણે એક્ટરનું અવસાન થયું છે. જોકે, સુશાંતે આત્મહત્યા કેમ કરી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. મુંબઈ પોલીસ પહેલા દિવસથી આ કેસની તપાસ કરી રહી છે. અત્યાર સુધી 34 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે, જેમાં હાઉસસ્ટાફ, મેનેજર, PR ટીમ, એક્સ મેનેજર, મિત્ર, ગર્લફ્રેન્ડ, કો-સ્ટાર તથા પરિવારના સભ્યો સામેલ છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરીયશરાજ ફિલ્મના કેટલાંક પૂર્વ અધિકારીઓ તથા કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માના નિવેદન લેવામાં આવ્યા છે. યશરાજના હજી કેટલાંક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. કંગના રનૌતને પણ પોલીસ બોલાવી શકે છે. કંગનાએ કહ્યું હતું કે બોલિવૂડના નેપોટિઝ્મને કારણે સુશાંતે આત્મહત્યા કરી હતી. છ જુલાઈના રોજ સંજય લીલા ભણસાલીની ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ફિલ્મમેકર શેખર કપૂરે પોતાનું સ્ટેટમેન્ટ પોલીસને ઈમેલથી મોકલાવ્યું હતું.Subramanian Swamy backs demand for CBI inquiry in Sushant Singh Rajput suicide case