Translate to...

સેફ્ટી એડવાઈઝરી કમિટિના સભ્યએ જણાવ્યું- 9 વર્ષ પહેલા રનવેને અસુરક્ષિત ગણાવ્યો હતો, પણ આ વાતને નજરઅંદાજ કરાઈ

સેફ્ટી એડવાઈઝરી કમિટિના સભ્યએ જણાવ્યું- 9 વર્ષ પહેલા રનવેને અસુરક્ષિત ગણાવ્યો હતો, પણ આ વાતને નજરઅંદાજ કરાઈ




કેરળના કોઝીકોડ એરપોર્ટ પર સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં બન્ને પાયલટ સહિત 18 લોકોના મોત થયા છે. સેફ્ટી એડવાઈઝરી કમિટિના એક સભ્યએ એરપોર્ટના રનવે અંગે ચેતવણી આપી હતી, પરંતુ આ અંગે કોઈએ ધ્યાન આપ્યું ન હતું. આ કમિટિની રચના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કરી હતી.

એક અંગ્રેજી છાપા સાથેની વાતચીતમાં કમિટિના સભ્ય કેપ્ટન મોહન રંગનાથને કહ્યું કે, કરિપુર એરપોર્ટ સુરક્ષિત નથી. અહીંયા લેન્ડિગ ન થવું જોઈએ. ખાસ કરીને વરસાદના સમયે. રંગનાથને એવું પણ કહ્યું કે, મેંગલોર ક્રેશ પછી મેં ચેતવણી આપી હતી, પણ તેના પર કોઈએ ધ્યાન ન આપ્યું. કરિપુર એરપોર્ટમાં ટેબલટોપ રનવે છે, જેમાં ઢાળ છે. રનવેના અંતમાં જે બફર ઝોન છે, એ પણ નાનો છે.

રનવે પછી બફર ઝોન મોટો હોવો જોઈએ રંગનાથનના જણાવ્યા પ્રમામે ટોપોગ્રાફીના હિસાબે રનવે પછી 240 મીટરનો બફર ઝોન હોવ જોઈએ, પરંતુ કરિપુરમાં 90 મીટર જ છે. જો કે, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને જ મંજૂરી આપી હતી. આ ઉપરાંત રનવેની સાઈડમાં પણ 75 મીટરની જગ્યા હતી, જ્યારે તેમાં 100 મીટરની જગ્યા હોવી જરૂરી છે.

ગાઈડલાઈન પર પણ સવાલ રંગનાથનના જણાવ્યા પ્રમાણે, જ્યારે વરસાદ પડી રહ્યો હોય ત્યારે ટેબલટોપ રનવે પર લેન્ડિગ થશે કે નહીં, તે અંગે પણ કોઈ ગાઈડલાઈન બહાર પાડી નથી. હું 17 જૂન 2011ના રોજ સિવિલ એવિએશન સેફ્ટી એડવાઈઝરી કમિટિના ચેરમેનને ચિઠ્ઠી લખી ચુક્યો છું. જેની કોપી સિવિલ એવિએશન સેક્રેટરી અને DGCAને પણ મોકલી હતી. જેમાં કહ્યું હતું કે, રનવે એન્ડ સેફ્ટી એરિયાને તાત્કાલિક 240 મીટરનો કરવો જોઈએ. સાથે જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને રનવેને નાનો કરવો જોઈએ.







Kozhikode Airport News; Aviation Experts Mohan Ranganathan Says Tabletop Airport Not Safe For Landings