સુપ્રીમ કોર્ટ થોડી વારમાં રિયાની બે અરજીઓની સુનાવણી કરશે, મુંબઈ કેસ ટ્રાન્સફર કરવાની માગણી, એક્ટ્રેસે કહ્યું- ચૂંટણીને કારણે કેસ ચગાવાય છે

સુપ્રીમ કોર્ટ થોડી વારમાં રિયાની બે અરજીઓની સુનાવણી કરશે, મુંબઈ કેસ ટ્રાન્સફર કરવાની માગણી, એક્ટ્રેસે કહ્યું- ચૂંટણીને કારણે કેસ ચગાવાય છેસુશાંત સિંહ રાજપૂતના કેસ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. તેની પ્રેમિકા તથા એક્ટ્રેસ રિયાની અરજી પર આજે (11 ઓગસ્ટ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. રિયાએ સુશાંતના પિતા કે કે સિંહે બિહારમાં દાખલ કરેલા કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ બિહાર, મહારાષ્ટ્ર, કેન્દ્ર સરકાર તથા સુશાંત સિંહ રાજપૂતના પિતાએ દાખલ કરેલા જવાબ પર નિર્ણય આપશે.

આ પહેલાં EDએ રિયા ચક્રવર્તી, ભાઈ શોવિક ચક્રવર્તી તથા પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી, મેનેજર શ્રુતિ મોદીની 10 કલાક પૂછપરછ કરી હતી. 10 ઓગસ્ટના રોજ પહેલી જ વાર સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

સુનાવણી પહેલાં સુશાંતની બહેને ટ્વીટ કરી

I request everyone to pray for a positive outcome of the Supreme Court hearing. #Warriors4Sushant #LetsPray #Godiswithus #JusticeforSushantSingRajput

— shweta singh kirti (@shwetasinghkirt) August 11, 2020

ચૂંટણીને ધ્યાનમાં રાખી મને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છેઃ રિયા રિયાએ મીડિયા ટ્રાયલને અયોગ્ય ગણાવીને સુપ્રીમ કોર્ટમાં નવી અરજી કરી છે. રિયાએ કોર્ટમાં કહ્યું હતું કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલા માટે રિયા સામે કેસ દાખલ કરાયો છે. સુશાંત સાથે ત્યાંના લોકોની લાગણીઓ જોડાયેલી છે, જેને વોટમાં ફેરવવા બિહાર સરકાર જાણી જોઇને રાજકીય એજન્ડા પાર પાડવા આ કેસમાં કૂદી છે. રિયાએ મીડિયા ટ્રાયલ પર રોક લગાવવાની અપીલ કરી છે.

CBIને તપાસ સોંપવી ગેરકાયદેસર અરજીમાં કહેવામાં આવ્યું છે કે બિહાર પોલીસે CBIને તપાસ સોંપી તે ગેરકાયદેસર છે. જોકે, અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો કોર્ટે આ કેસ CBIને સોંપ્યો તો તેમને કોઈ વાંધઓ નથી પરંતુ કાયદાકીય અધિકારો મુંબઈ સ્થિત કોર્ટ પાસે રહેવા જોઈએ નહીં કે પટનામાં.

અન્ય અભિનેતાના મોત પર કોઈ ચર્ચા નહીં રિયાએ દલીલ કરી હતી કે એક્ટર આશુતોષ ભાકરે તથા સમીર શર્માએ પણ આત્મહત્યા કરી હતી. જોકે, મીડિયામાં આ બંને કેસને લઈ કોઈ ચર્ચા નથી.sushant case Rhea's two petitions to be heard in Supreme Court today