સ્પોટ ફિક્સિંગ મામલે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા કનેરિયાએ કહ્યું- PCBએ હંમેશા મારી અવગણના કરી, અન્ય ખેલાડીઓ સાથે સારું વર્તન

સ્પોટ ફિક્સિંગ મામલે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા કનેરિયાએ કહ્યું- PCBએ હંમેશા મારી અવગણના કરી, અન્ય ખેલાડીઓ સાથે સારું વર્તન



સ્પોટ ફિક્સિંગ કેસમાં આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર તેની સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. દાનિશે એક ભારતીય ન્યૂઝ ચેનલને કહ્યું કે મારી લડત PCBના ડબલ સ્ટાન્ડર્ડ સામે છે.

બાકીના ખેલાડીઓ સાથે PCBનું વર્તન સારું છે, પરંતુ જ્યારે મારી વાત આવે છે ત્યારે ક્રિકેટ બોર્ડે હંમેશા મારી અવગણના કરે છે. મને તેનો ખૂબ અફસોસ છે.

હું ક્યારેય ધાર્મિક કાર્ડ રમ્યો નથી

તેણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન માટે ક્રિકેટ રમવું મારા માટે ગર્વની વાત છે. મારા દેશ માટે રમવું, હિન્દૂ ક્રિકેટર હોવું અને ટીમ માટે મેચ જીતવી સિદ્ધિ બરાબર છે.લોકોએ મારા પર ધર્મનું કાર્ડ રમવાનો આરોપ લગાવ્યો, પરંતુ મેં તેવું ક્યારેય કર્યું નહીં.

અકમાલની સજા ઘટાડવાથી નાખુશ

કનેરિયાએ ક્રિકેટમાં ભ્રષ્ટાચારનો ખુલાસો કર્યા ન હોવા છતાં, ઉમર અકમાલની સસ્પેન્શન સજા ઘટાડવાના PCBના નિર્ણયની ટીકા કરી હતી.તેણે કહ્યું કે બોર્ડ ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિની વાત કરે છે. અકમલ દોષી સાબિત થયો, તેમ છતાં તેના પરનો પ્રતિબંધ ઓછો કર્યો.

બોર્ડે મારી સાથે અન્યાય કર્યો

તેણે કહ્યું કે, બોર્ડે અકમલને છૂટ આપી. ઇંગ્લેન્ડમાં ફિક્સિંગ કરવા બદલ મોહમ્મદ આમિર, મોહમ્મદ આસિફ અને સલમાન બટ્ટ દોષી સાબિત થયા હતા, તેમ છતાં તેમને પાછા આવવાની તક આપવામાં આવી હતી, તો મને કેમ ન આપી?તેઓ કહે છે કે હું મારા ધર્મ વિશે વાત કરું છું, પણ જ્યારે હું મારી સાથેનો ભેદભાવ જોઉં છું, તો મારે શું કહેવું જોઈએ.

The beauty of Lord Rama lies in his character, not in his name. He is a symbol of the victory of right over the evil. There is wave of happiness across the world today. It is a moment of great satisfaction. #JaiShriRam pic.twitter.com/wUahN0SjOk

— Danish Kaneria (@DanishKaneria61) August 5, 2020

કનેરિયાએ ભૂમિપૂજનના કાર્યક્રમ અંગે ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કવેર પર શ્રીરામનો ફોટો ટ્વીટ કર્યો હતો. તેણે 5 ઓગસ્ટને હિન્દૂઓ માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો.







દાનિશ કનેરિયા પર 2012માં ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે સ્પોટ ફિક્સિંગ મામલે આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો. -ફાઇલ ફોટો