કોરોના મહામારીમાં લોકડાઉન દરમ્યાન દેશના વિવિધ ખૂણેથી શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે એક્ટર સોનુ સૂદે દિવસરાત મહિનાઓ સુધી મહેનત કરી હતી. શ્રમિકોને બસ, ટ્રેન અને પ્લેન મારફતે તેમના ઘરે પહોંચાડ્યા. હવે આ અનુભવને સોનુ સૂદ એક બુક સ્વરૂપે રજૂ કરવાનો છે. આ બુકને પેંગ્વિન રેન્ડમ હાઉસ પબ્લિશ કરશે.
ઘરે જવાની ખુશી, હર્ષના આંસુ જોયાસોનુએ કહ્યું કે, છેલ્લા સાડા ત્રણ મહિનાનો અનુભવ એ જીવન પરિવર્તન કરનારો હતો. 16થી 18 કલાક સુધી શ્રમિકો સાથે રહ્યો, તેમનું દુઃખ વહેચ્યું. તેમને વળાવતી વખતે મારું હૃદય ખુશી અને રાહતથી ભરાઈ જતું હતું. તેમના હસતા ચહેરા, આંખમાં ખુશીના આંસુ મારા જીવનનો સૌથી બેસ્ટ અનુભવ હતો અને મેં પ્રતિજ્ઞા લીધી કે હું ત્યાં સુધી નહીં અટકું જ્યાં સુધી છેલ્લામાં છેલ્લો શ્રમિક તેના ગામડે પરિવાર પાસે પહોંચી ન જાય.
દરેક અનુભવને બુકમાં રજૂ કરવાનો નિર્ણયમને લાગે છે કે હું આ શહેર આ હેતુસર આવ્યો હતો. હું ભગવાનનો આભાર માનું છું કે શ્રમિકોની મદદ માટે મને નિમિત્ત બનાવી પ્રેરણા આપી. આ કામ બાદ મને લાગે છે કે મારું દિલ મુંબઈમાં ભલે ધડકતું હોય પણ સાથે સાથે ઉત્તરપ્રદેશ, બિહાર, આસામ, ઝારખંડ સહિત અલગ -અલગ રાજ્યના ગામડામાં પણ મારા દિલનો એક હિસ્સો જીવતો છે જ્યાં મને મારા નવા મિત્રો મળ્યા છે અને તેમની સાથે મારા ગાઢ સંબંધ બની ગયા છે. મેં આ બધા અનુભવો, વાર્તાઓ જે મારા આત્મામાં કંડારાઈ ગઈ છે તેને બુક સ્વરૂપે રજૂ કરવાનું નક્કી કર્યું છે.
Sonu Sood to write book on his experience of helping migrant workers during coronavirus lockdown