સેન્સેક્સ 90 અંક વધ્યો, નિફ્ટીએ 11100ની સપાટી વટાવી; એચસીએલ ટેક, એસબીઆઈના શેર વધ્યા

સેન્સેક્સ 90 અંક વધ્યો, નિફ્ટીએ 11100ની સપાટી વટાવી; એચસીએલ ટેક, એસબીઆઈના શેર વધ્યાભારતીય શેરબજારોમાં વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 90 અંક વધીને 37826 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 27 અંક વધીને 11130 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એચસીએલ ટેક, એસબીઆઈ, ટીસીએસ, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં તેજી જોવા મળી રહી છે. એચસીએલ ટેક 2.24 ટકા વધી 710.65 પર કારોબાર કરી રહ્યો છે. એસબીઆઈ 2.22 ટકા વધી 190.70 પર કારોબાર કરી રહ્યો છે. જોકે કોટક મહિન્દ્રા, એચડીએફસી, રિલાયન્સ, એચડીએફસી બેન્ક, એચડીએફસી, ટાઈટન કંપનીના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોટક મહિન્દ્રા 1.26 ટકા ઘટી 1,370.55 પર કારોબાર કરી રહ્યો છે. રિલાયન્સ 1.17 ટકા ઘટી 2,083.90 પર કારોબાર કરી રહ્યો છે.Sensex rises 90 points, Nifty crosses 11100 level; Shares of HCL Tech, SBI rise