સેન્સેક્સ 429 અંક વધ્યો, નિફ્ટી 10551 પર બંધ; એમએન્ડએમ, હીરો મોટોકોર્પના શેર વધ્યા

સેન્સેક્સ 429 અંક વધ્યો, નિફ્ટી 10551 પર બંધ; એમએન્ડએમ, હીરો મોટોકોર્પના શેર વધ્યાભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 429 અંક વધીને 35843 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 121 અંક વધીને 10551 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એમએન્ડએમ, હીરો મોટોકોર્પ, ટાઈટન કંપની, એચસીએલ ટેક, ટાટા સ્ટીલ સહિતના શેરો વધીને બંધ રહ્યાં હતા. એમએન્ડએમ 6.05 ટકા વધીને 529.75 પર બંધ રહ્યો હતા. હીરો મોટોકોર્પ 4.93 ટકા વધીને 2672.55 પર બંધ રહ્યો હતો. જોકે એક્સિસ બેન્ક, એચયુએલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 2.24 ટકા ઘટીને 423.55 પર બંધ રહ્યો હતો. એચયુએલ 0.85 ટકા ઘટીને 2152.20 પર બંધ રહ્યો હતો.

Sensex rises 318 points, Nifty crosses 10500 level; Shares of ONGC, M&M rose