સેન્સેક્સ 362 અંક વધ્યો, નિફ્ટી 11200 પર બંધ; ટાટા સ્ટીલ, ઈન્ફોસિસના શેર વધ્યા

સેન્સેક્સ 362 અંક વધ્યો, નિફ્ટી 11200 પર બંધ; ટાટા સ્ટીલ, ઈન્ફોસિસના શેર વધ્યાભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 362 અંક વધીને 38025 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 98 અંક વધીને 11200 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક, ટીસીએસ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 3.82 ટકા વધીને 400.55 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 2.60 ટકા વધીને 969.20 પર બંધ રહ્યો હતો. જોકે એમએન્ડએમ, ભારતી એરટેલ, લાર્સન, એક્સિસ બેન્ક, બજાજ ઓટો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એમએન્ડએમ 0.75 ઘટીને 609.5 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 0.60 ટકા ઘટીને 555.50 પર બંધ રહ્યો હતો.Sensex up 362 points, Nifty closes at 11200; Shares of Tata Steel, Infosys rise