સેન્સેક્સ 331 અંક વધ્યો, નિફ્ટીએ 10700ની સપાટી વટાવી; ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી બેન્કના શેર વધ્યા
ભારતી શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 343 અંક વધી 36364 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 117 અંક વધી 10724 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, એમએન્ડએમ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 3.44 ટકા 504.00 પર કારોબાર કરી રહ્યો છે. એચડીએફસી બેન્ક 3.14 ટકા વધી 1107.90 પર કારોબાર કરી રહ્યો છે. જોકે બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પ, ટાઈટન કંપની, એચયુએલ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાજ ઓટો 1.20 ટકા 2899.00 પર કારોબાર કરી રહ્યો છે. હીરો મોટોકોર્પ 0.68 ટકા ઘટી 2719.15 પર કારોબાર કરી રહ્યો છે.Sensex rises 331 points, Nifty crosses 10700 level; Shares of IndusInd Bank, HDFC Bank rose