ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 239 અંક વધીને 38308 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 62 અંક વધીને 11267 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટીસીએસ, એચસીએલ ટેક, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટીસીએસ 2.51 ટકા વધીને 2332.10 પર કારોબાર કરી રહ્યો છે. એચસીએલ ટેક 2.29 ટકા વધીને 709.85 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા, કોટક મહિન્દ્રા, એચયુએલ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 2.21 ટકા ઘટી 538.60 પર કારોબાર કરી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 0.85 ટકા ઘટી 180.25 પર કારોબાર કરી રહ્યો છે.
Sensex rises 240 points, Nifty crosses 11200 level; Shares of TCS, HCL Tech rose