સેન્સેક્સ 194 અંક ઘટ્યો, નિફ્ટી 11131 પર બંધ; આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્કના શેર ઘટ્યા

સેન્સેક્સ 194 અંક ઘટ્યો, નિફ્ટી 11131 પર બંધ; આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્કના શેર ઘટ્યાભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 194 અંક ઘટીને 37934 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 62 અંક ઘટીને 11131 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં વધારો જોવા મળ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 3.90 ટકા વધી 1777.75 પર બંધ રહ્યો હતો. એચસીએલ ટેક 3.02 ટકા વધી 701.20 પર બંધ રહ્યો હતો. જોકે આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. આઈસીઆઈસીઆઈ બેન્ક 6.11 ટકા ઘટીને 358.50 પર બંધ રહ્યો હતો. એચડીએફસી બેન્ક 3.55 ટકા ઘટીને 1079.05 પર બંધ રહ્યો હતો.Sensex down 194 points, Nifty closes at 11131; Shares of ICICI Bank, HDFC Bank declined