સેન્સેક્સ 192 અંક ઘટ્યો, નિફ્ટી 11170ની નીચે; એચડીએફસી, એક્સિસ બેન્કના શેર ઘટ્યા
ભારતીય શેરબજારોમાં સપ્તાહના છેલ્લા દિવસે આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 192 અંક ઘટીને 37948 પર કરોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 58 અંક ઘટીને 11157 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એચડીએફસી, એક્સિસ બેન્ક, એસબીઆઈ, ટીસીએસ, એચડીએફસી બેન્ક સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એચડીએફસી 2.33 ટકા ઘટીને 1831.00 પર કારોબાર કરી રહ્યો છે. એક્સિસ બેન્ક 2.18 ટકા ઘટીને 450.80 પર કારોબાર કરી રહ્યો છે. જોકે સન ફાર્મા, રિલાયન્સ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. સન ફાર્મા 3.67 ટકા વધી 493.55 પર કારોબાર કરી રહ્યો છે. રિલાયન્સ 2.62 ટકા વધી 2114.70 પર કારોબાર કરી રહ્યો છે.Sensex down 192 points, below Nifty 11170; HDFC, Axis Bank declined