સેન્સેક્સ 142 અંક વધ્યો, નિફ્ટીએ 10700ની સપાટી વટાવી; ટાટ સ્ટીલ, એચયુએલના શેર વધ્યા

સેન્સેક્સ 142 અંક વધ્યો, નિફ્ટીએ 10700ની સપાટી વટાવી; ટાટ સ્ટીલ, એચયુએલના શેર વધ્યા



ભારતીય શેરબજારોનું આજ ફલેટ ઓપનિંગ થયું છે. સેન્સેક્સ 142 અંક વધી 36471 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 41 અંક વધી 10747 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, એચયુએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ અને એસબીઆઈ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ 2.75 ટકા વધી 343.40 પર કારોબાર કરી રહ્યો છે. એચયુએલ 1.08 ટકા વધી 2209.00 પર કારોબાર કરી રહ્યો છે. જોકે મારૂતિ સુઝુકી, ટાઈટન કંપની, ટીસીએસ, રિલાયન્સ, ઓએનજીસી સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મારૂતિ સુઝુકી 1.20 ટકા ઘટી 5970.90 પર કારોબાર કરી રહ્યો છે. ટાઈટન કંપની 0.87 ટકા ઘટી 982.70 પર કારોબાર કરી રહ્યો છે.







Sensex rose 142 points, Nifty surpassed 10700; Shares of Tat Steel, HUL rose