ભારતીય લશ્કરે સૈનિકો તથા અધિકારીઓને89 એપ્સનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુક્યો છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકી માહિતી આપી છે કે પોતાના સ્માર્ટ ફોનથી 89 એપ ડિલીટ કરવા કહેવામાં આવ્યુ છે. તેમા ફેસબૂક, ટિકટોક, ટ્રુ કોલર, ઈન્સ્ટાગ્રામ જેવી એપનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ એપ્સથી માહિતી લીક થવાની આશંકા છે.
આ એપ્સ પર સેનાએ પ્રતિબંધ મુક્યો
મેસેજીંગ પ્લેટફોર્મઃ વીચેટ, ક્યુ ક્યુ, કિક, આઉ વો, નિમ્બૂઝ, હેલો, ક્યુ ઝોન, શેર ચેટ, વાઈબર, લાઈન, આઈએમઓ, સ્નો, ટૂ-ટોક, હાઈક વીડિયો હોસ્ટિંગઃ ટિક-ટોક, લાઈકી, સમોસા, ક્વાલી, કન્ટેન્ટ શેયરિંગ, શેર ઈટ, જેન્ડર, જાપ્યો
વેબ બ્રાઉઝરઃ યુસી બ્રાઉઝર, યુસી બ્રાઉઝર મિની
વીડિયો એન્ડ વાઈલ સ્ટ્રીમિંગઃ લાઈવ મી, બિગો લાઈવ, ઝૂમ, ફાસ્ટ ફિલ્મ્સ, વી મેટ,અપ લાઈવ, વિગો વીડિયો
યૂટિલિટી એપ્સઃ કેમ સ્કેનર, બ્યૂટી પ્લસ, ટ્રુ કોલર
ગેમિંગ એપ્સઃ પબજી, નોનો લાઈવ, ક્લેશ ઓફ કિંગ્સ, ઓલ ટેન્સેન્ટ ગેમિંગ એપ્સ, મોબાઈલ લીજેન્ડ્સ
ઈ કોમર્સઃ ક્લબ ફેક્ટ્રી, અલી એક્સપ્રેસ, ચાઈના બ્રાન્ડ્સ, ગિયર બેસ્ટ, બેંગ ગુડ, મિનિન ધ બોક્સ, ટાઈની ડીલ, ડીએચએચ ગેટ, લાઈટેન ધ બોક્સ, ડીએક્સ, એરિક ડેસ્ક, જોફૂલ, ટીબીડ્રેસ, મોડિલિટી, રોજગલ, શીન, રોમવી
ડેટિંગ એપ્સઃ ટિંડર, ટૂઅલી મેડલી, હેપ્પન, આઈલ, કોફી મીટ્સ બેજલ, વૂ, ઓકે ક્યુપિડ, હિંગ, એજાર, બમ્બલી, ટેનટેન, એલીટ સિંગલ્સ, ટેજેડ, કાઉચ સર્ફિંગ
29 જૂનના રોજ સરકારે ચીનની 59 એપ પર પ્રતિબંધ મુક્યો હતોસરકારે 29 જૂનના રોજ ચીનની 59 જેટલી એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. આ યાદીમાં ટિકટોક, યુશી બ્રાઉઝર, હેલો અને શેર ઈટ જેવી એપ્સનો સમાવેશ થતો હતો. સરકારે કહ્યું હતું કે આ ચાઈનીઝ એપ્સના સર્વર ભારતની બહાર છે. તેના મારફતે યુઝર્સનો ડેટા ચોરી કરવામાં આવતો હતો. આ એપ્સથી દેશની સુરક્ષા અને એકતાને પણ જોખમ હતું
Troops fear leak of information, soldiers told to delete apps like Facebook, Instagram, Tiktok