Translate to...

સિંધુ સહિત 8 ખેલાડીઓએ 4 મહિના પછી હૈદરાબાદમાં પ્રેક્ટિસ શરૂ કરી, કોચ ગોપીચંદે કહ્યું- ટોપ શટલર્સની કોર્ટ પર વાપસીથી ખુશ છું
કોરોના વચ્ચે ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાયની આશા રાખનાર 8 બેડમિન્ટન ખેલાડીઓનો નેશનલ કેમ્પ શુક્રવારથી હૈદરાબાદના પુલેલા ગોપીચંદ એકેડમીમાં શરૂ થઈ ગયો છે. તેમાં પીવી સિંધુ, કિદાંબી શ્રીકાંત, સાઈ પ્રણીત સામેલ છે. જ્યારે ચિરાગ શેટ્ટી અને સાત્વિક રંકીરેડ્ડીની જોડી થોડા અઠવાડિયા પછી જોડાશે. અત્યારે શેટ્ટી મુંબઇ અને સાત્વિક આંધ્રપ્રદેશમાં પોતાના ઘરે છે.

કેમ્પ શરૂ થવા અંગે નેશનલ બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદે કહ્યું હતું કે, ટોપ ખેલાડીઓની કોર્ટમાં વાપસીથી બહુ ખુશ છું. અમે સુરક્ષિત વાતાવરણમાં ટ્રેનિંગ કરવા માટે પૂરી રીતે તૈયાર છીએ.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું કે, ખેલાડીઓને પૂરી સુરક્ષા આપવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા એકેડમીને અલગ-અલગ કલરમાં વહેંચવામાં આવી છે. ત્યાં માત્ર ખેલાડીઓ અને કોચ જઈ શકશે. જ્યારે સપોર્ટ સ્ટાફ અને એડમિનિસ્ટ્રેટર માટે અલગ ઝોન બનાવવામાં આવ્યા છે અને તેમના પ્લેઇંગ એરિયામાં જવા પર પ્રતિબંધ છે.તેલંગણા સરકારે રાજ્યમાં 5 ઓગસ્ટથી સ્પોર્ટ્સ એક્ટિવિટીને શરૂ કરવાની છૂટ આપી. ત્યારબાદ ગોપીચંદ એકેડમીમાં પીવી સિંધુએ ટ્રેનિંગ શરૂ કરી. -ફાઇલ ફોટો