Translate to...

સિદ્ધાર્થ પીઠાણીનો ખુલાસો- જાન્યુઆરીમાં સુશાંતનું દિલ તૂટી ગયું હતું, શહેરની ભીડભાડથી દૂર જવા માગતા હતો, મને કહ્યું હતું- પાછો આવી જા મારી સાથે કોઈ નથી

સિદ્ધાર્થ પીઠાણીનો ખુલાસો- જાન્યુઆરીમાં સુશાંતનું દિલ તૂટી ગયું હતું, શહેરની ભીડભાડથી દૂર જવા માગતા હતો, મને કહ્યું હતું- પાછો આવી જા મારી સાથે કોઈ નથી
સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. સિદ્ધાર્થે જ સૌથી પહેલાં સુશાંતને મૃત હાલતમાં જોયો હતો. તેમણા જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરીમાં જ અભિનેતાનું દિલ તૂટી ગયું હતુ અને તેઓ શહેરની ભીડભાડથી દૂર જવા માગતા હતા. તેમને મને કોલ કરીને કહ્યું હતું કે, પાછો આવી જા મારી સાથે કોઈ નથી. પિઠાણીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ દાવો કર્યો હતો

સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીએ કહ્યું, અભિનેતા પૂર્વ મેનેજર દિશા સલિયનની આત્મહત્યાથી ઘણો દુઃખી હતો. દિશાની આત્મહત્યાની સુશાંત પર ગંભીર અસર થઇ હતી. દિશાએ 8 જૂનના રોજ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી અને તેના એક સપ્તાહ બાદ 14 જૂનના રોજ સુશાંતના આત્મહત્યાના સમાચાર સામે આવ્યા હતા.

'સુશાંતે કહ્યું હતું- હું તને પગાર આપીશ' સિદ્ધાર્થ પીઠાણીએ કહ્યું, "સુશાંતે મને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ફોન કર્યો હતો. તેમણે મને કહ્યું હતું, પાછો આવી જા. મને લાગે છે કે આપણે સાથે મળીને કંઈક કરી શકીએ છીએ. હું એક્ટિંગ કરવા નથી માગતો. આપણે વર્ચ્યુઅલ રિયાલિટી અને બીજી ફિલ્ડમાં કંઈક કરી શક્યા હોત. મને વિશ્વાસ છે કે, તું આ માટે યોગ્ય વ્યક્તિ છે. તારી નોકરી છોડી દે, હું તને એટલો જ પગાર આપીશ."

સુશાંતને જોઈને લાગ્યું કે તે ઘણો દુઃખી હતો સિદ્ધાર્થના જણાવ્યા પ્રમાણે, જ્યારે તેઓ સુશાંતના ઘરે પહોંચ્યા તો તેઓ ઘણા દુઃખી અને ઉદાસ હતા. સિદ્ધાર્થના જણાવ્યા પ્રમાણે, સુશાંત રડતો હતો અને તેને કહેતો હતો કે, "અત્યારે મારી પાસે કોઈ નથી." સિદ્ધાર્થના જણાવ્યા મુજબ, સુશાંતે તેમને પોતાની સાથે રહેવા માટે કહ્યું હતું. સુશાંત મારા અને મારા પરિવારનું ધ્યાન રાખવા માટે પણ તૈયાર હતો. પીઠાણીના જણાવ્યા પ્રમાણે, સુશાંત સરળ જીવન જીવવા માંગતો હતો અને પોતાની બારીમાંથી રસ્તા પર ભીડ જોઈને તે ઉદાસ થઈ જતો હતો. મારી સાથે વાત કરતા હતા ત્યારે સુશાંત ઈમોશનલ થઈ ગયો હતો અને કહેતો હતો કે, આ બધા એક્ટર્સ છે. બધા એક્ટિંગ કરી રહ્યા છે.

'સુશાંતે કહ્યું - મારી પાસે કોઈ નથી' પીઠાણીના જણાવ્યા પ્રમાણે, સુશાંતે એણે કહ્યું હતું કે, મારું કોઈ નથી. આપણે આ ભીડથી દૂર જતા રહીશું. આપણે પાવના જતા રહીશું. પીઠાણીના જણાવ્યા પ્રમાણે, પાવનામાં સુશાંતનું ફાર્મહાઉસ છે, જ્યાં તેઓ લટાર મારવા માટે આવતા હતા અને ટ્રેકિંગ, સાયકલિંગ જેવા એડવેન્ચર્સ કરતા હતા. ત્યાં પૂલ ટેબલ પણ છે. સિદ્ધાર્થના જણાવ્યા પ્રમાણે, સુશાંતે કહ્યું હતું, આપણે ખેતી કરી શકીએ છીએ અને એક બજેટ પર જીવી શકીએ છીએ.

વકીલનો દાવો- સુશાંતને મૃત હાલતમાં જોયો હતો સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે સિંહના વકીલ વિકાસ સિંહે થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, આ છોકરો (સિદ્ધાર્થ) સુશાંત સાથે જ રહેતો હતો અને તેને જ સૌથી પહેલાં સુશાંતને મૃત હાલતમાં જોયો હતો. માટે જ્યારે તેને ખબર પડી કે દરવાજો બંધ છે તો તેણે સુશાંતની બહેન ન આવી ત્યાં સુધી દરવાજો જ ન ખોલ્યો. એણે દોઢ કલાક રાહ જોઈ.

હકીકતમાં થોડા દિવસ પહેલાં સુશાંત સિંહના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીએ તેના પરિવાર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ તેને રિયા વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપવા પ્રેશર કરી રહ્યા છે. આ બાબતે સુશાંતના ફેમિલી વકીલ વિકાસ સિંહે કડક પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતુ કે, 25 જુલાઈ સુધી તે પરિવારના સંપર્કમાં હતો અને એમ કહીને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે સુશાંત સાથે જે બન્યું તેના માટે રિયા ચક્રવર્તી જવાબદાર છે."

અચાનક તેનું વર્તન બદલાઈ ગયું. મને નથી ખબર કે શું થયું? પરંતુ મને આશા છે કે પોલીસ ટૂંક સમયમાં કેસના મૂળ સુધી પહોંચીને જાણી લેશે કે આ કેસમાં પીઠાણીનો રોલ શું છે અને તેની પાસે એવી કઈ માહિતી છે જે તેણે શેર નથી કરી.Siddharth Peethani's revelation - Sushant was heartbroken in January, wanted to get away from the hustle and bustle of the city, told me - come back I have no one