Translate to...

સ્ટેડિયમમાં 30-40% ફેન્સ આવી શકે છે, કમાણીમાં 10% સુધીના ઘટાડાની સંભાવના
છ વર્ષ પછી યુએઈ ફરી એક વખત મનીસ્પિનર ક્રિકેટ લીગ IPLની યજમાની માટે તૈયાર છે. IPL ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલે શુક્રવારે 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બરની તારીખો લોક કરી છે. અગાઉ લીગની મેચ મુંબઈ અને તેની આજુબાજુના સેન્ટરમાં આયોજિત કરવાની યોજના હતી. જોકે, દેશમાં કોરોનાના વધતા કેસોને કારણે BCCIએ લીગને વિદેશમાં કરાવાનો નિર્ણય લીધો. યુએઈમાં 2014માં IPLની 20 રમાઈ ચુકી હતી. આથી, BCCIએ આ દેશ પર વિશ્વાસ મુક્યો છે. જોકે, મિલિયન ડોલરવાળી લીગમાં ફેન્સને એન્ટ્રીની આશા ઓછી છે. 30-40% ફેન્સને પ્રવેશનો વિકલ્પ ખુલ્લો છે. ફેન્સને સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી આપવાનું સરકાર નક્કી કરશે અને તેના માટે અલગ પ્રોટોકોલ હશે.

એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના જનરલ સેક્રેટરી મુબાશિર ઉસ્માનીએ કહ્યું, ‘હજુ સુધી અમને BCCI તરફથી IPL અંગે કોઈ આધિકારીક પત્ર મળ્યો નથી, પરંતુ અમે આયોજન માટે તૈયાર છીએ’. યુએઈમાં અંતિમ લીગ ગયા વર્ષે નવેમ્બરમાં અબુધાબી ટી10 લીગ યોજાઈ હતી. ત્યારથી યુએઈમાં કોઈ લીગ કે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમાયું નથી. IPLની 13મી સિઝન 29 માર્ચથી 24 મે સુધી યોજાવાની હતી, પરંતુ પછી અચોક્કસ મુદ્દત માટે તેને સ્થગિત કરી દેવાઈ હતી.

ત્રણ શહેરોમાં યોજાશે મેચ, અહીં બસથી પરિવહન યુએઈમાં શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ, પ્રેક્ટિસ સુવિધાઓ અને ફ્લાઈટ કનેક્ટિવિટી છે. મેચ અબુ ધાબી, દુબઈ અને શારજાહમાં રમાશે. આ ત્રણેય શહેર નજીકમાં જ છે. મોટાભાગના ખેલાડી દુબઈમાં રોકાવાનું પસંદ કરે છે, જ્યાંથી શારજાહ માત્ર 30 મિનિટ અને અબુ ધાબી દોઢ કલાકની ડ્રાઈવ પર છે. ખેલાડી ટીમ બસથી આવ-જા કરી શકે છે.

15 દિવસનો અનિવાર્ય ક્વોરેન્ટાઈન પિરિયડ નહીં ગયા સપ્તાહે યુએઈમાં કોરોનાના 300 કેસ હતા. યુએઈએ પોતાની ઈન્ટરનેશનલ બોર્ડર 7 જુલાઈથી ખોલી દીધી હતી. અહીં 15 દિવસનો ફરજિયાત ક્વોરેન્ટાઈન પિરિયડ પણ નથી. જો કોઈ વ્યક્તિ યુએઈમાં પ્રવેશ કરવા માગે છે તો તેણે માત્ર પોતાનો કોવિડ ટેસ્ટ નેગેટિવ હોવાનો રિપોર્ટ દેખાડવાનો છે. તેનાથી ટીમોને કેમ્પ લગાવવામાં સરળતા રહેશે.

બાયો-સિક્યોર વાતાવરણ બનાવી શકાય છે યુએઈમાં બાયો-સિક્યોર વાતાવરણ તૈયાર કરી શકાય છે. દુબઈ સ્પોર્ટ્ સિટીમાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ અને આઈસીસીની એકેડમી પણ છે, જે લીગના વેન્યુ હોઈ શકે છે. અહીં 9 વિકેટ છે. આઈસીસી કોમ્પ્લેક્સમાં જ 38 વિકેટ છે. અહીં 2 ગ્રાઉન્ડ પણ છે. બોર્ડ ટ્રેનિંગ અને નેટ સેશન માટે આઈસીસી એકેડમીનું ગ્રાઉન્ડ પણ લઈ શકે છે.

દુબઈમાં મેરિયટમાં રોકાશે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી ફ્રેન્ચાઈઝીએ પોતાનો બેઝ સેટઅપ કરવાનું શરૂ કરી દીધું છે. જેડબલ્યુ મેરિયટ ગ્રૂપ મુંબઈ ઈન્ડિયન્સનું કોમર્શિયલ પાર્ટનર છે. આથી આ ફ્રેન્ચાઈઝીનું પ્લાનિંગ દુબઈમાં આ હોટલમાં જ રોકાવાનું છે. બીસીસીઆઈ અને અન્ય ફ્રેન્ચાઈઝીએ પણ કેટલીક હોટલ જોઈ છે.

એડ રેવેન્યુ 10-20% સુધી ઘટી શકે છે ફેન્સ વચ્ચે લોકપ્રિયતા છતાં એડવર્ટાઈઝર અને સ્પોન્સર્સનો આઈપીએલમાં રસ ગયા વર્ષની સરખામણીએ ઓછો જ રહેશે. ભારતની મીડિયા ઓડિટ અને એડવાઈઝરી ફર્મ સ્પેટિયલ એક્સેસના ફાઉન્ડર મીનાક્ષી મેનન અનુસાર, ‘આઈપીએલ 2020 ગયા વર્ષની જેમ નફાનો સોદો નહીં હોય’ એક્સપર્ટ્સ અનુસાર, એડવર્ટાઈઝિંગમાં 10-20%નો ઘટાડો આવી શકે છે. કેમ કે, બિઝનેસ કોવિડ-19ના કારણે અત્યારે ગયા વર્ષ જેવો નથી.

ઓનલાઈન દ્વારા 1700 કરોડ સુધી કમાઈ શકે છે ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ અનુસાર, આઈપીએલ ઓનલાઈન ફર્મ પર એડવર્ટાઈઝમેન્ટમાંથી રૂ. 1500થી રૂ. 1700 કરોડ સુધીની કમાણી કરી શકે છે. ઓનલાઈન ફર્મ જેવાકે, ઈ-કોમર્સ, ઈડીટેક, વીડિયો ઓન ડિમાન્ડ સર્વિસ અને ઓનલાઈન ગેમિંગમાં મોટી કમાણી થઈ શકે છે. સ્ટારના ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હોટસ્ટારમાં નફો રળવાની આશા છે. તે એ બ્રાન્ડ્સને બંડલ એડ ડીલ વેચશે, જે જાહેરાત પાછળ રૂ.400 કરોડ સુધીનો ખર્ચ કરી શકે છે.IPL: The stadium can have 30-40% fans, with the possibility of a 10% drop in earnings