Translate to...

સાઉથ કોરિયામાં ડ્રોને આકાશમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડવોશ અને માસ્કની તસવીર બનાવી, મેડિકલ સ્ટાફનો આભાર માન્યો

સાઉથ કોરિયામાં ડ્રોને આકાશમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડવોશ અને માસ્કની તસવીર બનાવી, મેડિકલ સ્ટાફનો આભાર માન્યો




સાઉથ કોરિયાની રાજધાની સોઉલમાં હાલમાં જ આકાશમાંથી તારાની જેમ ટમટમતા ડ્રોને કોરોનાથી બચવાનો સંદેશ આપ્યો. હેન નદી પર મોટી સંખ્યામાં ડ્રોને સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડવોશ, માસ્ક અને હેલ્થ વર્કર્સની તસવીર બનાવી આભાર માન્યો. સાઉથ કોરિયામાં કોરોનાના કેસ કન્ટ્રોલમાં આવતા તેની ખુશીમાં આ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

આ પહેલમાં 300 ડ્રોન સામેલ થયા દેશવાસીઓને મહામારીથી બચવાના સંદેશમાં 300 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો. તેને જોવા માટે લાખો લોકો ઉમટી પડ્યા હતા. આકાશમાં એક તસવીરને 10 મિનિટ સુધી રાખી હતી. આ લાઈટ શો દરમિયાન ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કર્સ અને દેશવાસીઓને કોરોના સામે લડવા બદલ આભાર માનવામાં આવ્યો.

દેશમાં કોરોના કેસ સાઉથ કોરિયામાં કોવિડ-19 નિયંત્રણમાં આવ્યાની જાહેરાત કર્યા પછી પણ 63 નવા કેસ આવ્યા હતા. સોઉલમાં 5 કરોડ 10 લાખ લોકો રહે છે, ત્યાં ઓછામાં ઓછા નવા 36 કેસ આવ્યા છે.

અત્યાર સુધી દેશમાં 13,879 કેસ આવી ગયા છે, જેમાં 297 લોકોના જીવ ગયા છે. આ દરમિયાન સરકારે ઈરાકમાં ફસાયેલા 300 દક્ષિણ કોરિયાઈ નાગરિકોને પરત લાવવા માટે બે સૈન્ય વિમાન મોકલવાની જાહેરાત પણ કરી હતી.







Drones Light Up Seoul Sky With Coronavirus Messages 300 Unmanned Aerial Vehicles Used To Showcase Awareness Messages Amid COVID 19 Battle