Translate to...

સવારથી રાજ્યમાં 43 તાલુકામાં વરસાદ, સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 3.2, જૂનાગઢના કેશોદમાં 2.8 ઇંચ વરસ્યો

સવારથી રાજ્યમાં 43 તાલુકામાં વરસાદ, સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 3.2, જૂનાગઢના કેશોદમાં 2.8 ઇંચ વરસ્યો




રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં શુક્રવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાંથી 8 તાલુકામાં 1 ઇંચથી 3.2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 3.2 ઇંચ વરસાદ વરસ્યો છે. ગત 24 કલાકમાં રાજ્યના 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાંથી 20 તાલુકામાં 3 ઇંચ કે તેથી વધુ, 24 તાલુકામાં 2થી 3 ઇંચ સુધી અને 46 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ગત 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં 5.5 ઇંચ નોંધાયો છે.

સવારના 6થી 8 વાગ્યા સુધીનો વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ(ઇંચમાં) સુરત ઉમરપાડા 3.2 જૂનાગઢ કેશોદ 2.8 સુરત માંગરોળ 2.3 નર્મદા ડેડિયાપાડા 1.7 સુરત સુરત શહેર 1.4 સુરત કામરેજ 1.4 સુરત ઓલપાડ 1.2 નર્મદા સાગબારા 1 ધોધમાર વરસાદથી જૂનાગઢમાં જાણે કે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવુ દ્રશ્ય

24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો તેવા તાલુકા

જિલ્લો તાલુકો વરસાદ(ઇંચમાં) જૂનાગઢ જૂનાગઢ 5.5 જૂનાગઢ જૂનાગઢ શહેર 5.5 પોરબંદર રાણાવાવ 5.4 પોરબંદર પોરબંદર 4.6 પોરબંદર કુતિયાણા 4.4 નવસારી નવસારી 4.4 રાજકોટ જેતપુર 4.4 દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 4.3 દેવભૂમિ દ્વારકા ભાણવડ 4.3 અમરેલી રાજુલા 4.2





Rain in 43 talukas in the state since morning, 3.2 inches in 2 hours in Umarpada of Surat, 2.8 inches in Keshod of Junagadh