સલમાન ખાન ઓગસ્ટમાં રાધેનું શૂટિંગ શરૂ કરી શકે છે, મેહબૂબ સ્ટુડિયોમાં સોન્ગ અને બાકીનું શૂટિંગ કરશે

સલમાન ખાન ઓગસ્ટમાં રાધેનું શૂટિંગ શરૂ કરી શકે છે, મેહબૂબ સ્ટુડિયોમાં સોન્ગ અને બાકીનું શૂટિંગ કરશે



કોરોના મહામારી અને લોકડાઉનને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે બંધ થઇ ગઈ હતી. ઘણી ફિલ્મોની રિલીઝ અટકી ગઈ, ફિલ્મોનું શૂટિંગ અટકી પડ્યું. હવે જ્યારે અનલોક થયું છે ત્યારે શૂટિંગ પણ શરૂ થયા છે. એવું જણાવાઈ રહ્યું છે કે સલમાન ખાન પણ ટૂંક સમયમાં તેની અટકી ગયેલ ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનું શૂટિંગ શરૂ કરવાનો છે અને તેની તૈયારી શરૂ થઇ ગઈ છે.

હાલમાં જ મિડ ડેમાં આવેલ રિપોર્ટ અનુસાર સલમાન ખાન ટૂંક સમયમાં સ્ટુડિયો બુક કરવા માટે પરમિશન લેવાનો છે. જો બધું ઠીક રહ્યું તો રાધેનું શૂટિંગ ઓગસ્ટના શરૂઆતમાં ફરીવાર શરૂ થશે. હાલ તો ફિલ્મનું એક સોન્ગ અને થોડા ભાગનું શૂટિંગ બાકી છે. મેકર્સ ઓછામાં ઓછા ક્રૂ મેમ્બર્સ સાથે શૂટિંગ કરવાની તૈયારી કરી રહ્યા છે. શૂટિંગ માટેમેહબૂબ સ્ટુડિયો બુક કરવામાં આવશે.

ઓગસ્ટમાં શૂટિંગ પૂરી થશેફિલ્મના ડિરેક્ટર પ્રભુ દેવા, પ્રોડ્યુસર અતુલ અગ્નિહોત્રી અને સલમાન ખાને પરસ્પર સહમતીથી શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર ઓગસ્ટના પહેલા અઠવાડિયાથી મુંબઇનોમેહબૂબ સ્ટુડિયો બુક કરવામાં આવશે. સલમાન ઓગસ્ટના એન્ડ સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂરી કરવાની તૈયારીમાં છે.

મુંબઈમાં કેસ વધતા અચાનક શૂટિંગ બંધ થયું હતુંસલમાન ખાન, દિશા પટની, રણદિપ હુડા અને જેકી શ્રોફ સ્ટારર ફિલ્મ રાધેનું શૂટિંગ માર્ચમાં મુંબઈમાં થઇ રહ્યું હતું પણ કોરોના કેસ વધતા શૂટિંગ અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું. લોકડાઉન ખુલ્યા બાદ પણ એવા સમાચાર હતા કે મોટા સ્ટાર્સ હાલ શૂટિંગ કરવા માટે તૈયાર નથી પણ હવે સલમાન શૂટિંગ કરવા માટે તૈયાર છે. સલમાન પહેલો એવો એ લિસ્ટર સ્ટાર છે જે ઓગસ્ટમાં શૂટિંગ કરવા માટે તૈયાર છે.







Salman Khan can start shooting of 'Radhey' from August; songs and remaining parts will be shot in Mehboob Studio