Translate to...

સર્બિયામાં લોકડાઉન વિરુદ્ધ બીજા દિવસે પણ દેખાવો, જાપાનના એમ્યુઝમેન્ટ પાર્કમાં ઘોંઘાટ કરવા પર પાબંદી; વિશ્વમાં 1.21 કરોડ કેસ

સર્બિયામાં લોકડાઉન વિરુદ્ધ બીજા દિવસે પણ દેખાવો, જાપાનના એમ્યુઝમેન્ટ પાર્કમાં ઘોંઘાટ કરવા પર પાબંદી; વિશ્વમાં 1.21 કરોડ કેસ
વિશ્વમાં કોરોનાવાયરસના લીધે અત્યારસુધી 1 કરોડ 21 લાખ 62 હજાર 680 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી 70 લાખ 29 હજાર 521 લોકો સ્વસ્થ થયા છે. મોતનો આંકડો 5 લાખ 47 હજાર 321નો છે. સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં ગુરૂવારે બીજા દિવસે પણ લોકોએ કોરોનાની પાબંદીઓ વિરુદ્ધ દેખાવો કર્યા હતા. સરકારે કહ્યુ છે કે લોકડાઉન ચાલુ રાખવામા આવશે. બુધવારે પણ લોકોએ આ નિર્ણય વિરુદ્ધ દેખાવો કર્યા હતા. ગત અઠવાડિયે દેશમાં કેસની સંખ્યા વધી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર વુકિકે મંગળવારે લોકડાઉનની જાહેરાત કરી હતી.

જાપાને પાબંદીઓમાં છૂટ આપતા એમ્યુઝમેન્ટ પાર્ક ખોલી નાખ્યા છે. પરંતુ અહીં આવતા લોકોને ઘોંઘાટ કરવાની મનાઇ છે. ખાસ કરીને રોલર કોસ્ટરની રાઇડ લેતા લોકોને મોં બંધ રાખવાનું કહેવામા આવ્યું છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે મોટા હિંચકાઓ પર લોકો એકબીજાની નજીક બેઠા હોય છે. તેથી બૂમ પાડવાથી સંક્રમણ ફેલાવવાનો ડર છે.

10 દેશ જ્યાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ

કેટલા સંક્રમિત કેટલા મોત કેટલા સ્વસ્થ થયા અમેરિકા 31,58,932 1,34,862 13,92,679 બ્રાઝીલ 16,74,655 68,055 11,17,922 ભારત 7,69,052 21,144 4,76,554 રશિયા 7,00,792 10,667 4,72,511 પેરૂ

3,12,911

11,133 2,00,938 સ્પેન 2,99,593 28,396 પ્રાપ્ત નથી ચિલી 3,03,083 6,573 2,71,703 બ્રિટન 2,86,979 44,517 પ્રાપ્ત નથી મેક્સિકો 2,75,003 32,796 1,93,640 ઈરાન 2,48,379 12,084 2,09,463

ચિલી: તાંબાની ખાણમાં કામ કરતા 300 મજૂરો સંક્રમિતચિલીમાં તાંબાનું ખનન કરતી સૌથી મોટી કંપની કોડેલ્કોમાં 3 હજાર મજૂરોને કોરોના થયો છે. તેથી શ્રમિકોના યુનિયને કોડેલ્ક સહિત અન્ય કંપનીઓને પણ કામકાજ રોકવાની માંગણી કરી છે. ચિલીમાં 13 જુલાઇથી લોકડાઉનમાં છૂટ આપવાની જાહેરાત કરવામા આવી છે. અહીં અત્યારસુધી 3 લાખથી વધુ કેસ નોંધાયા છે. સંક્રમણના મામલે તે વિશ્વમાં છઠ્ઠા નંબરે છે.

ચિલીની સેન્ટિઆગોમાં બુધવારે સરકાર તરફથી આપવામા આવતા લોન અથવા તો સ્ટેટ બોન્ડને લેવા માટે લોકો લાઇનમાં લાગ્યા હતા. સરકારે આર્થિક નુકસાનની ભરપાઇ માટે સ્ટેટ બોન્ડ જાહેર કર્યા છે.

અમેરિકાના અપડેટ

અમેરિકાના મિસીસીપી રાજ્યમાં 26 ધારાસભ્યો અને 10 અન્ય લોકો સંક્રમિત છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ બુધવારે તેની જાણકારી આપી. 174 સભ્યો વાળા મિસીસીપી રાજ્યની લેજિસ્લેટિવ એસેમ્બલીનું વાર્ષિક સત્ર 1 જુલાઇએ પૂર્ણ થયું છે. સત્ર દરમિયાન ઘણા ધારાસભ્યો માસ્ક વિના દેખાયા હતા અને તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું ન હતું. અમેરિકામાં બુધવારે એક જ દિવસમાં 60 હજાર નવા કેસ નોંધાયા હતા. વિશ્વના કોઇ પણ દેશમાં એક દિવસમાં અત્યારસુધી આટલા કેસ આવ્યા નથી. જોન હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર છેલ્લા એક અઠવાડિયથી અમેરિકાના 35 રાજ્યોમાં નવા કેસ વધી રહ્યા છે. સંક્રમણના વધી રહેલા કેસ છતા વ્હાઇટ હાઉસ સ્કૂલો ખોલવા માટે દબાણ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે સ્કૂલ નહીં ખુલે તો તેમના ફન્ડિંગમાં કાપ મુકવામા આવશે. તેમણે સ્કૂલો માટેની સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનની ગાઇડલાઇન્સ પર પણ સવાલ ઉઠાવ્યા. અમેરિકાના મિસીસીપીમાં પોઝિટિવ આવેલા લોકોની માહિતી રેકોર્ડ કરી રહેલો એક કર્મચારી

કેનેડા: પીએમ ટ્રૂડોએ કહ્યું- સંક્રમણ રોકવામાં અમે અમેરિકાથી સારી સ્થિતમાંકેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગુરૂવારે કહ્યું કે અમે અમેરિકા કરતા સારી રીતે સંક્રમણ પર કાબૂ મેળવ્યો છે. તેનાથી અર્થતંત્રને ફરી પાટે લાવવામાં મદદ મળશે. જોકે હજુ પાબંદીઓમાં કોઇ છૂટ આપવામા નહીં આવે. જો હમણા કોઇ રાહત આપીશું તો મહામારી ઝડપથી પાછી આવી જશે.

ગુરૂવારે ટ્રુડોએ કોરોના અંગેના સવાલોના જવાબ આપ્યા હતા

ચીન: ફરી એક વખત WHOનો બચાવ કર્યોચીને ફરી એક વખત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો બચાવ કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિયાને બુધવારે કહ્યું કે WHO મેડિકલ ક્ષેત્રની એક પ્રોફેશનલ સંસ્થા છે. તેનાથી અલગ થવાનો અમેરિકાનો નિર્ણય એકતરફી છે. ઝાઓએ કહ્યું કે અમેરિકાના અલગ થવાથી વિકાસશીલ દેશોને આંતરરાષ્ટ્રીય મદદની જરૂરિયાત સમયે પરેશાની થશે. કોરોના કેવી રીતે ફેલાયો તે અંગે સંશોધન કરવા WHO એક ટીમ ચીન મોકલશે.

ચીનની રાજધાની બેજિંગમાં એક પાર્કમાં આરામ કરી રહેલો ડિલીવરી બોય.

ઈટલી: રોમમાં બાંગ્લાદેશના 135 લોકોને પ્લેનથી ઉતરતા અટકાવ્યાઈટલીના રોમ સ્થિત ફ્યૂમિસિનો એરપોર્ટ પર બુધવારે બાંગ્લાદેશના 135 લોકોને પ્લેનથી ઉતરતા રોકી દેવાયા હતા. તેઓ ઢાકાથી કતરની રાજધાની દોહા થઇને રોમ પહોંચ્યા હતા. રોમમાં રહેતા બાંગ્લાદેશના લોકોમાં સંક્રમણના મામલા વધી રહ્યા છે. તેને જોઇને ઇટલીએ મંગળવારે બાંગ્લાદેશથી આવતી દરેક ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

રોમના ફ્યૂમિસિનો એરપોર્ટ બહારનું એક દ્રષ્ય.

ઇન્ડોનેશિયા: બાલી ટાપુ પ્રવાસીઓ માટે ખુલ્યોઇન્ડોનેશિયાએ ગુરૂવારથી બાલી ટાપુ પર પ્રવાસીઓને જવા માટે મંજૂરી આપી છે. અહીં બીચ અને નાની દુકાનોને ખોલવાની પણ મંજૂરી આપવામા આવી છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં ઇન્ડોનેશિયામાં સંક્રમણના કેસ વધીને 1971 થઇ ગયા છે અને 25 લોકોના મોત થયા છે. અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉન લાગૂ છે.

ઈન્ડોનેશિયાના પ્રોબોલિંગો રાજ્યમાં સ્થિત માઉન્ટ બ્રોમો પર કસાદા પર્વના અવસરે બુધવારે પૂજા કરતી એક હિન્દુ શ્રદ્ધાળુ.

સર્બિયા સરકારે ગુરૂવારે કહ્યું કે દેશમાં લોકડાઉન ચાલુ રહેશે. અહીં ગુરૂવારે બીજા દિવસે પણ છૂટ ન મળવાથી લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.