સર્બિયામાં લૉકડાઉનના વિરોધમાં સંસદ પર હલ્લા બોલ, લોકોએ સળગતાં કાકડા ફેંકી રોષ વ્યક્ત કર્યો

સર્બિયામાં લૉકડાઉનના વિરોધમાં સંસદ પર હલ્લા બોલ, લોકોએ સળગતાં કાકડા ફેંકી રોષ વ્યક્ત કર્યો



સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં કોરોના વાઈરસને લીધે ફરીવાર લૉકડાઉન લગાવવાના વિરોધમાં હજારો લોકોએ સંસદ સામે દેખાવો કર્યા હતા. દેખાવકારોએ સંસદ પર સળગતાં કાકડા, બોટલ, પથ્થર અને ઈંડાં ફેંક્યાં હતાં. અમુક લોકો પોલીસનો ઘેરો તોડી સંસદમાં ઘૂસી ગયા હતા. તેની પોલીસ સાથે અથડામણ પણ થઈ હતી. તેના લીધે 43 પોલીસકર્મી ઘવાયા હતા. પોલીસ ગાડીઓને પણ આગચંપી કરાઈ હતી.

અગાઉ કોરોનાથી સ્થિતિ બગડતી જોઈ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વ્યૂસિકે ફરીવાર લૉકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે પોતાના સંદેશમાં કહ્યું કે દેશભરની હોસ્પિટલો લગભગ ભરાઈ જવા આવી છે. એવામાં કોઈ વિકલ્પ નથી. સર્બિયામાં ગત 24 કલાકમાં 300 નવા દર્દી મળ્યા હતા જ્યારે 13 લોકો મૃત્યુ પામ્યા હતા.

યુરોપિયન દેશોમાં સર્બિયાએ લૉકડાઉન લાગુ કર્યુ હતું, લોકો ફરીવાર કડકાઈ નથી ઈચ્છતા માટે વિરોધ વ્યક્ત કર્યો.

અનલૉક પછી દર્દી વધવા લાગ્યાદેશમાં પહેલી વખત મેમાં લૉકડાઉન કરાયું હતું. યુરોપિયન દેશોમાં અનલૉકની સાથે સર્બિયાએ કડકાઈ ઘટાડી હતી. જેના બાદ કેસ વધવા માંડ્યા હતા. દેશમાં કુલ 16,719 કોરોના ચેપગ્રસ્ત છે.

દર્દી વધ્યા એટલે 15 દેશોએ ફરીવાર લૉકડાઉન લગાવ્યું

અમેરિકા : કેલિફોર્નિયા, ટેક્સાસ, ફ્લોરિડામાં કડકાઈ, રાજ્યોમાં અનલૉક અટક્યું. ઓસ્ટ્રેલિયા : બે રાજ્યોમાં કેસ વધ્યા બાદ કડકાઈ કરી, સરહદો બંધ કરી. બ્રિટન : લિસેસ્ટરમાં બે અઠવાડિયાં માટે ફરીવાર લૉકડાઉન લગાવાયું છે. ઈટાલી : નેપલ્સના કેમ્પેનિયામાં 700 લોકોને ઘરે રહેવા કહેવાયું છે. ચીન : વુહાન પછી બેઈજિંગના પાડોશી ક્ષેત્રોમાં 5 લાખ લોકો કડક લૉકડાઉનમાં. જર્મની, સ્પેન, ઈઝરાયલ, આર્જેન્ટિના, પોર્ટુગલ, કઝાકિસ્તાન, મેડાગાસ્કર, અઝરબૈજાન, લેબેનોન, પનામાએ અમુક શહેરોમાં ફરી લૉકડાઉન લગાવ્યું છે.

ફ્રાન્સમાં હવે દેશવ્યાપી લૉકડાઉન નહીંફ્રાન્સના પીએમ જેન કાસ્ટેક્સે કહ્યું કે કોરોનાની બીજી લહેર આવતા દેશવ્યાપી લૉકડાઉન નહીં કરીએ. દેશમાં માર્ચથી 11 મે સુધી લૉકડાઉન રહ્યું હતું. અનેક પ્રતિબંધો હજુ પણ લાગુ છે.







Parliament attacked in protest against lockdown, with people throwing incendiary torches in Serbia