સરોજ ખાને એક્ટર સુશાંત સિંહ રાજપૂત માટે અંતિમ ઈન્સ્ટા પોસ્ટ કરી હતી, ઈમોશનલ મેસેજથી દુઃખ પ્રગટ કર્યું હતું

સરોજ ખાને એક્ટર સુશાંત સિંહ રાજપૂત માટે અંતિમ ઈન્સ્ટા પોસ્ટ કરી હતી, ઈમોશનલ મેસેજથી દુઃખ પ્રગટ કર્યું હતુંબોલિવૂડના દિગ્ગજ કોરિયોગ્રાફર સરોજ ખાનનું બીજી જુલાઈની રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતાં. તેમણે 14 જૂનના રોજ અંતિમ પોસ્ટ સુશાંત સિંહ રાજપૂતના અવસાન સમયે કરી હતી. તેમણે સુશાંતના આકસ્મિક નિધન પર દુઃખ પ્રગટ કર્યું હતું.

સુશાંતને લખેલી પોસ્ટમાં સરોજે લખ્યું હતું, ‘સુશાંત સિંહ રાજપૂત, મેં ક્યારેય તમારી સાથે કામ કર્યું નથી પરંતુ આપણી મુલાકાત અનેકવાર થઈ હતી. તમારા જીવનમાં શું મુશ્કેલી હતી? મને આશ્ચર્ય થાય છે કે તમે તમારા જીવનમાં આટલું કઠોર પગલું કેમ ઉઠાવ્યું? તમને કોઈ મદદ કરી શકે તેવા તમારા કોઈ વડીલ સાથે તમારે વાત કરવાની જરૂર હતી અને પછી અમે તમને ખુશ જોઈ શકત.’