સરોજ ખાનનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન, મલાડના કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક

સરોજ ખાનનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન, મલાડના કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક



બોલિવૂડ કોરિયોગ્રાફર સરોજ ખાનનું 71 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટને કારણે સરોજ ખાનનું મૃત્યુ બાંદ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે 1:52 વાગ્યે થયું. સરોજ ખાન 17 જૂનથી હોસ્પિટલમાં એડમિટ હતા. શ્વાસ લેવામાં તકલીફ પડતા સરોજ ખાનને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાન ડાયાબિટીઝ અને તેની સંબંધિત બીમારીથી પીડિત હતા.તેમના પાર્થિવ શરીરને રાત્રે જ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. તેમની નાની દીકરી સુકન્યાએ કહ્યું હતું કે લૉકડાઉનના નિયમોને ધ્યાનમાં રાખીને અમ્મીને સવારે સાત વાગે મલાડ સ્થિત કબ્રસ્તાનમાં સુપુર્દે-એ-ખાક કરવામાં આવ્યા હતાં. પરિવારે નક્કી કર્યું છે કે તેમની યાદમાં પ્રાર્થના સભા ત્રણ દિવસ કરવામાં આવશે.સરોજના પરિવારમાં તેમનોદીકરો હામિદ ખાન (કોરિયોગ્રાફર રાજુ ખાન તરીકે લોકપ્રિય)તથા બે દીકરીઓ હિના તથા સુકન્યા છે.

40 વર્ષના કરિયરમાં સરોજ ખાને અંદાજે બે હજાર ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં. તેમને ત્રણવાર નેશનલ અવોર્ડ જીત્યા હતાં. શ્રીદેવી, માધુરી દીક્ષિત સહિત બોલિવૂડની બિગ એક્ટ્રેસિસને કોરિયોગ્રાફ કરી હતી. આ ઉપરાંત સાઉથની અનેક ફિલ્મમાં કોરિયોગ્રાફી કરી હતી.

અંતિમ ફિલ્મ માધુરીની સાથે
સરોખ ખાને અંતિમ ગીત ગયા વર્ષે કરન જોહરની ફિલ્મ ‘કલંક’ માટે કોરિયોગ્રાફ કર્યું હતું. આ ગીત ‘તબાહ હો ગયે’ હતું. આ ગીતમાં માધુરી દીક્ષિત જોવા મળી હતી.

24 જૂનથી હોસ્પિટલમાં દાખલ હતાં
24 જૂનના રોજ સરોજ ખાનની તબિયત ખરાબ થઈ હતી. તેમને મુંબઈની ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી. તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો.

સાધનાથી લઈ કરીના સહિતની એક્ટ્રેસિસને ડાન્સ શીખવ્યો
બોલિવૂડની મોટાભાગની બિગ એક્ટ્રેસિસે સરોજ ખાનના ડિરેક્શનમાં ડાન્સ કર્યો છે. સરોજ ખાને સાધના, વૈજયંતીમાલા, કુમકુમ, હેલન, શર્મિલા ટાગોર, માલા સિંહા, વહીદા રહેમાન, જિન્નત અમાનથી લઈને રેખા, શ્રીદેવી, માધુરી દીક્ષિત, કરિશ્મા કપૂર, ઉર્મિલા માતોડકર, ઐશ્વર્યા રાય, કરીના કપૂર, સની લિયોની જેવી એક્ટ્રેસિસને ડાન્સ શીખવ્યો છે. માધુરી દીક્ષિત તેમની ફેવરિટ એક્ટ્રેસ હતી. સાઉથની પણ ઘણી એક્ટ્રેસિસને ડાન્સ શીખવ્યો હતો.

ત્રણ વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ બન્યા હતાં
સરોજ ખાને 3 વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામની શરૂઆત કરી હતી. ત્યારબાદ 50ના દાયકામાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ આસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યા હતાં. 1974માં ‘ગીતા મેરા નામ’માં સ્વંતત્ર કોરિયોગ્રાફર તરીકે પહેલો બ્રેક મળ્યો હતો. સરોજ ખાને પોતાની કરિયરમાં બે હજારથી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં. આથી જ તેમને ‘મધર ઓફ ડાન્સ’ પણ કહેવામાં આવે છે.
કોરોનાથી બચવા માટે વીડિયો શૅર કર્યો હતો
મે મહિનામાં સરોજ ખાને ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેઓ કોરોના વોરિયર્સને માન આપવાની અપીલ કરતાં જોવા મળ્યાં હતાં. તેમણે વીડિયોમાં કહ્યું હતું કે તમે કેમ સમજતા નથી. બાળકોને જીવન જીવવા દો. થોડી તો રિસ્પેક્ટ બતાવો. ભગવાનને ખાતર, અલ્લાહ માટે પોતાની કાળજી લો અને ઘરમાં રહો.









Choreographer Saroj Khan dies at 71 due to cardiac arrest