Translate to...

સરપદડ પાસે ક્રેટા કાર સાથે ત્રણ યુવાનો તણાયા હતા, 48 કલાક બાદ કાર સાથે એકનો મૃતદેહ મળ્યો

સરપદડ પાસે ક્રેટા કાર સાથે ત્રણ યુવાનો તણાયા હતા, 48 કલાક બાદ કાર સાથે એકનો મૃતદેહ મળ્યો




પડધરીના બોડીઘોડી સરપદડ ગામ પાસે પુલ પરથી બે દિવસ પહેલા વરસાદના કારણે ધસમસતા પાણીના પ્રવાહમાં રાજકોટની એક ક્રેટા કાર તણાય હતી. જેમાં ત્રણ યુવાનો સવાર હતા. આ ત્રણ પૈકી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે અને હજી બે યુવાનો લાપત્તા છે. રાજકોટની આનંદનગર કોલોનીમાં રહેતા સંજયભાઇ જગદીશભાઇ ટાંકનો મૃતદેહ મળ્યો છે. જ્યારે તેના બે મિત્રો બળવંતસિંહ જાડેજા અને રાજભા ઝાલા હજી લાપત્તા છે. કારની ફાયરબ્રિગેડ દ્વારા ક્રેન મારફત બહાર કાઢવામાં આવી હતી. કાર ભુક્કો બોલી ગયેલી હાલતમાં મળી આવી છે.







કાર ચગદાયેલી હાલતમાં મળી