સરન્ડરના હેતુથી વિકાસ દુબે ઉજ્જૈન આવ્યો હતો, મહાકાલ મંદિરમાં VVIP દર્શનની પહોંચ ફડાવી અને તેની પર પોતાનું સાચું નામ લખાવ્યું

સરન્ડરના હેતુથી વિકાસ દુબે ઉજ્જૈન આવ્યો હતો, મહાકાલ મંદિરમાં VVIP દર્શનની પહોંચ ફડાવી અને તેની પર પોતાનું સાચું નામ લખાવ્યુંકાનપુરના બિકરુમાં થયેલા શુટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેની પોલીસે ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરી છે. ગુરુવારે સવારે મહાકાલ મંદિરની સુરક્ષા કંપનીએ તેને શંકાસ્પદ જાણીને પકડ્યો અને આ અંગે મહાકાલ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાથીઓના સતત થઈ રહેલા એન્કાઉન્ટરના ડરથી વિકાસ સવારે 8થી 8.30ની વચ્ચે મંદિર પરિસરમાં તેના બે સાથીઓની સાથે સરન્ડર થવાના હેતુંથી પહોંચ્યો હતો.

તેણે બાબા મહાકાલના દર્શન માટે વીઆઈપી એન્ટ્રીની 250 રૂપિયાની રસીદ લીધી હતી. આ દરમિયાન તેણે પોતાનું સાચુ નામ વિકાસ દુબે લખાવ્યું હતું. પછીથી તે મહાકાલ બાબના દર્શન માટે મંદિર પરિસરમાં પહોંચ્યો હતો. દર્શન પછી વિકાસ ત્યાં ઉભેલા પોલીસ કર્મચારીઓની પાસે ગયો અને કહ્યું કે હું કાનપુરવાળો વિકાસ દુબે છું, મને પકડી લો. આ પહેલા તેણે શંકાને જોતા પોતાના મોબાઈલ પર કેટલાક વીડિયો પણ બનાવ્યા. પછીથી પોલીસે તેને પકડી લીધો અને એક્ઝિટ માર્ગથી બહાર લઈ જઈને ચોકીમાં બેસાડી દીધો હતો. પછીથી ઉચ્ચ અધિકારીઓને માહિતી આપી. થોડાવાર પછી ઘટનાસ્થળે પહોંચેલા અધિકારી તેને મહાકાલ પોલીસ સ્ટેશનથી કોઈ ગુપ્ત જગ્યાએ લઈ ગયા હતા.

વિકાસ દુબે સવારથી સમગ્ર મહાકાલ મંદિર પરિસરમાં ફરતો જોવા મળ્યા.

મામલામાં મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ગેંગસ્ટ વિકાસ દુબેની ધરપકડ કરવામાં આવી છે. તે હાલ પોલીસ કસ્ટડીમાં છે. હાલ કઈ રીતે ધરપકડ થઈ, તે અંગે કઈ પણ કહેવું યોગ્ય નથી. ઈન્ટેલિજન્સીની વાત છે- વધુ કઈ પણ કહેવું યોગ્ય નથી. અમે આ અંગે પહેલેથી મધ્યપ્રદેશ પોલીસને એલર્ટ કરી રાખી હતી.

जिनको लगता है की महाकाल की शरण में जाने से उनके पाप धूल जाएँगे उन्होंने महाकाल को जाना ही नहीं।हमारी सरकार किसी भी अपराधी को बख्श्ने वाली नहीं है...

— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 9, 2020

આ પહેલા ગુરુવારે વિકાસના અંગત ગણાતા પ્રભાત મિશ્રા અને બઉઆ ઉર્ફે પ્રવીણને ઠાર કરવામાં આવ્યા હતા. પ્રભાતની પોલીસે બુધવારે ફરીદાબાદમાંથી ધરપકડ કરી હતી. યુપી પોલીસ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કાનપુર લઈ જઈ રહી હતી. રસ્તામાં પ્રભાતે ભાગવાની કોશિશ કરી હતી. તેણે પોલીસની પિસ્તોલ છીનવીને ફાયરિંગ કર્યું હતું. પોલીસની જવાબી કાર્યવાહીમાં પ્રભાતનું મોત થયું હતું. બીજી તરફ વિકાસ ગેંગના જ બઉઆ દુબે ઉર્ફે પ્રવીણને પોલીસે ઈટાવામાં ઠાર કર્યો હતો. બંને બદમાશો 2 જુલાઈએ બિકરુ ગામમાં થયેલા 8 પોલીસ કર્મચારીઓની હત્યામાં સામેલ હતા.

પોલીસે તેને પકડીને ચોકી પર બેસાડી દીધો હતો.

7 દિવસમાં વિકાસ દુબે ગેંગના 5 બદમાશોનું એન્કાઉન્ટર કરાયુંપોલીસે બુધવારે જ વિકાસના અંગત અમર દુબેનું પણ એન્કાઉન્ટ કરી દીધું હતું. અમર હમીરપુરમાં છુપાયો હતો. અત્યાર સુધી વિકાસ ગેંગના 5 લોકો એન્કાઉન્ટરમાં ઠાર કરાયા છે. વિકાસની તપાસમાં યુપી સિવાય દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન પોલીસને એલર્ટ આપવામાં આવ્યું છે. વિકાસ મંગળવારે ફરીદાબાદની એક હોટલમાં દેખાયો હતો, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ તે ભાગી ગયો હતો.

ख़बर आ रही है कि ‘कानपुर-काण्ड’ का मुख्य अपराधी पुलिस की हिरासत में है. अगर ये सच है तो सरकार साफ़ करे कि ये आत्मसमर्पण है या गिरफ़्तारी. साथ ही उसके मोबाइल की CDR सार्वजनिक करे जिससे सच्ची मिलीभगत का भंडाफोड़ हो सके.

— Akhilesh Yadav (@yadavakhilesh) July 9, 2020

મહાકાલ મંદિરમાં વિકાસ પોતે બૂમો પાડવા લાગ્યો કે હું વિકાસ દુબે છું. પછીથી પોલીસે તેને પકડી લીધો.