Translate to...

સરકારી દસ્તાવેજોમાં રામ લલ્લા વિરાજમાન હવે 2.77 એકડ જમીનના માલિક, બાબરી મસ્જિદના પક્ષકાર અંસારીને પણ આમંત્રણ

સરકારી દસ્તાવેજોમાં રામ લલ્લા વિરાજમાન હવે 2.77 એકડ જમીનના માલિક, બાબરી મસ્જિદના પક્ષકાર અંસારીને પણ આમંત્રણ
અયોધ્યામાં 5 ઓગસ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે. તે પહેલા રામલલ્લા બિરાજમાન હવે સરકારી દસ્તાવેજમાં 2.77 એકડ ભૂમિના માલિક બની ગયા છે. જિલ્લા વહીવટીતંત્રએ સરકારી દસ્તાવેજોમાં તે અંગે નોંધણી કરી નાખી છે. ભૂમિ પૂજનમાં સામેલ થવા માટે 175 લોકોને આમંત્રણ મોકલવામા આવ્યું છે. સોમવારે બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઇકબાલ અંસારીને પણ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આમંત્રણ સોંપવામા આવ્યું હતું. તે સિવાય ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મોર્યને પણ આમંત્રિત કરવામા આવ્યા છે.

એવું કહેવાય છે કે, જે લોકોને કાર્યક્રમનું આમંત્રણ મોકલાઈ રહ્યું છે તેમાં ભાજપ-સંઘના નેતાઓની સાથે રામમંદિર આંદોલનમાં ભાગ લેનારા અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત સાધ્વી ઋતંભરા, વિનય કટિયાર, ડૉ. રામવિલાસ વેદાંતી પણ સામેલ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અનેક કારસેવકના પરિવારજનોને પણ આમંત્રણ પાઠવ્યું છે, જે બાબરી ધ્વંસમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયા હતા. આ દરમિયાન સમાચાર છે કે, રામમંદિર નિર્માણની તૈયારીની સમીક્ષા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે અયોધ્યા જશે.

રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ

PMને રામચરિતમાનસ ભેંટ કરીશ- અંસારી ઇકબાલ અંસારીએ કહ્યું- આ ધાર્મિક નગરી છે. અહીં ગંગા-જમુના સંસ્કૃતિ યથાવત છે. અહીં કણ કણમાં દેવતા વાસ કરે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બધા વિવાદ દૂર થઇ ગયા છે. દેશના બંધારણ પર દરેક મુસલમાનોને ભરોસો છે. હું ચોક્કસ જઇશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામચરિત માનસ ભેંટ કરીશ.

2.77 એકર જમીનના માલિક બન્યા શ્રીરામ લલ્લા બિરાજમાન શ્રીરામ લલ્લા બિરાજમાન સરકારી દસ્તાવેજોમાં લાંબો સમય વિવાદમાં રહેલી 2.77 એકર જમીનના માલિક બની ગયા છે. અયોધ્યા જિલ્લા વહીવટી તંત્રએ મહેસૂલી ખાતા નંબર 159 અને 160 તથા પેટા નંબર 583ના જમીન માલિક તરીકે શ્રીરામ લલ્લા બિરાજમાનનું નામ દાખલ કર્યું છે. મહેસૂલી ભાષામાં તેને અમલદરામદ એટલે કે અધિકાર આપવો કહે છે. હવે જન્મભૂમિ પરિષરની સંપૂર્ણ 70 એકર જમીન ટ્રસ્ટની થઈ ગઈ છે.

સમગ્ર શહેર રોશનીથી ઝગમગી રહ્યું છે, લખનૌમાં 111 જગ્યાએ શ્રીરામના ચિત્ર અને ધ્વજ લહેરાશે શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ પહેલા અયોધ્યામાં ભવ્ય સજાવટ કરાઈ રહી છે. સમગ્ર શહેર રોશનીથી ઝગમગી રહ્યું છે. લખનૌમાં 111 ચાર રસ્તાઓ પર પ્રભુ શ્રીરામના ચિત્ર અને ધ્વજ લગાવવામા આવશે. આજે તે સજાવટનું કામ પૂર્ણ કરી દેવામા આવશે. 5 ઓગસ્ટની સાંજે દીપોત્સવનો કાર્યક્રમ આયોજિત કરવામા આવશે.

अवधपुरी प्रभु आवत जानी। भई सकल सोभा कै खानी॥ बहइ सुहावन त्रिबिध समीरा। भइ सरजू अति निर्मल नीरा॥

અર્થાત્: પ્રભુ રામના આગમનની માહિતી મળતાં અયોધ્યાની શોભા વધી ગઈ. શીતળ અને સુગંધિત વાયુ મંદ મંદ વહેવા લાગ્યો. સરયૂનું જળ અતિ નિર્મળ થઈ ગયું.બાબરી મસ્જિદના પક્ષકાર રહી ચૂકેલા ઇકબાલ અંસારીને પણ ભૂમિ પૂજન સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ મળ્યું

શનિવાર રાત્રીની આ તસવીર રામ કી પેડીની છે.