સપ્ટેમ્બરમાં યોજાનારી પરીક્ષાના વિરોધમાં વિદ્યાર્થીઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, JEE અને NEET પરીક્ષા મુલતવી રાખવાની માગ કરી

સપ્ટેમ્બરમાં યોજાનારી પરીક્ષાના વિરોધમાં વિદ્યાર્થીઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, JEE અને NEET પરીક્ષા મુલતવી રાખવાની માગ કરી



સમગ્ર દેશમાં કોરોનાના કારણે ઘણી પરીક્ષા રદ અને મુલતવી રાખવામાં આવી છે આવી સ્થિતિમાં JEE મેઈન અને નીટ (NEET) ઉમેદવારો પણ પરીક્ષાને મુલતવી રાખવા માટે સતત માગ કરી રહ્યા છે. હવે 11 રાજ્યોના વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં બંને પ્રવેશ પરીક્ષાઓને સ્થગિત કરવા માટે અરજી કરી છે. અરજીમાં વિદ્યાર્થીઓએ 6 સપ્ટેમ્બરે યોજાનારી આ બંને પરીક્ષાઓને હાલ મુલતવી રાખવાની માગ કરી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, વર્તમાન પરિસ્થિતિ સામાન્ય થઈ જાય પછી જ પરીક્ષાઓ લેવી જોઈએ.

પરીક્ષા કેન્દ્રો વધારવાની માગ એડવોકેટ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવેલી અરજીમાં કોવિડ-19 સંકટ બાદ સામાન્ય સ્થિતિ થયા પછી જ પરીક્ષા યોજવાની માગ કરવામાં આવી છે. તે સાથે પરીક્ષા કેન્દ્રો વધારવા માટે પણ ભલામણ કરવામાં આવી છે, જેનાથી દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક એક્ઝામ સેન્ટર બની શકે. તે ઉપરાંત અરજીમાં JEE મેઈન અને NEET ઉમેદવારોને નવા અરજી ફોર્મ રજૂ કરવા અને પરીક્ષા કેન્દ્રોની પસંદગી કરવા માટે નવી તકો આપવાની પણ માગ કરવામાં આવી છે.

1થી 13 સપ્ટેમ્બરની વચ્ચે પરીક્ષા લેવામાં આવશે કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિને પગલે એપ્રિલમાં યોજાનારી JEE મેઈન 2020ની પરીક્ષા 1-6 સપ્ટેમ્બર સુધી લેવામાં આવશે. જ્યારે NEET-UGની પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. જો કે, વિદ્યાર્થીઓ સતત તેને સ્થગિત કરવાની માગ કરી રહ્યા છે. તેને લઈને વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર સતત વિરોધ પણ કરી રહ્યા છે. અગાઉ પણ આ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હતી, ત્યારબાદ હવે જાહેર કરવામાં આવેલા ફાઈનલ શિડ્યુઅલના અનુસાર, પરીક્ષાઓ સપ્ટેમ્બરમાં યોજાવાની છે.







Students approach Supreme Court in protest of September exams, demand postponement of JEE and NEET exams