Translate to...

સત્યેન્દ્ર દાસ કહે છે: જ્યારે બાબરી વિધ્વંસ થયો ત્યારે હું ત્યાં જ હતો, સવારે 11 વાગ્યે અમે રામલલ્લાને લઈને સલામત સ્થળે જતા રહ્યા હતા

સત્યેન્દ્ર દાસ કહે છે: જ્યારે બાબરી વિધ્વંસ થયો ત્યારે હું ત્યાં જ હતો, સવારે 11 વાગ્યે અમે રામલલ્લાને લઈને સલામત સ્થળે જતા રહ્યા હતારામ જન્મભૂમિના મુખ્ય પૂજારી છે સત્યેન્દ્ર દાસ. તેમણે કહ્યું કે, સૌથી સારી વાત છે કે રામ મંદિર બની રહ્યું છે. 28 વર્ષમાં પૂજારીના રૂપમાં રામલલ્લાની સેવા કરી રહ્યો છું. મનમાં એક દુઃખ હતું કે રામલલ્લા ટેન્ટમાં છે, પણ ઠાકુરજીની કૃપાથી બધુ સારું થઈ ગયું.હવે અમારા આરાધ્ય શ્રી રામ ટેન્ટમાંથી નીકળીને ભવ્ય મંદિરમાં આવશે. હવે ટ્રસ્ટ બની ગયો છે મંદિર બન્યા પછી હું પૂજારી રહીશ કે નહી, એતો ખબર નથી. કારણ કે વચ્ચે મારા સંબંધ વિહિપ સાથે બગડ્યા હતા. વર્ષ 2000માં અશોક સિંઘલ સહિત ઘણા મોટા વિહિપના નેતા બળજબરી જન્મસ્થળમાં ઘુસી આવ્યા હતા.તેમની પાછળ મીડિયા પણ હતું. પૂર્વ DM ભગવતી પ્રસાદ કેસને ખતમ કરવા માંગતા હતા. પણ મીડિયામાં સમાચાર આવ્યા પછી એ શક્ય ન થઈ શક્યું. પછી પત્રકારોએ અમને પણ પુછ્યું તો અમે પણ નામ જણાવી દીધું. ત્યારપછી વિહિપ વાળા અમારાથી નારાજ થઈ ગયા. જોકે, અમે સંબંધ જાળવી રાખ્યો, પણ સાચી વાત તો એ છે કે હવે પહેલા જેવું નથી. 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે. રામલલ્લાની સેવામાં 28 વર્ષ વિતાવી દીધા છે. જો મને તક મળશે તો બાકીનું જીવન પણ તેમની સેવામાં વિતાવવા માંગુ છું.

અત્યાર સુધી આપણે તેમને એક પૂજારી તરીકે ઓળખતા આવ્યા છીએ. આજે અમે તમને એમના બાળપણથી માંડી અત્યાર સુધીના જીવન વિશે જણાવીશું 1958માં ઘર છોડીને અયોધ્યા આવ્યા હતા સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે, સંત કબીરનગરનો રહેવાસી છું. મારા પિતાજી સાથે બાળપણથી અયોધ્યા આવતો હતો. એ વખતે આસપાસનો માહોલ પણ ઘણો ધાર્મિક હતો. પિતાજી અભિરામ દાસજી પાસે આવતા હતા. અભિરામદાસ એ જ છે જેમણે રામ જન્મભૂમિમાં 1949માં ગર્ભગૃહમાં મૂર્તિઓ રાખી હતી. હું પણ તેમનાથી પ્રભાવિત હતો. સાથે જ ભણવાની ઈચ્છા પણ હતી, તો 8 ફેબ્રુઆરી 1958ના રોજ અયોધ્યા આવી ગયો. મારા પરિવારમાં અમે બે ભાઈ અને એક બહેન હતા. જ્યારે પિતાજીને ખબર પડી કે હું સંન્યાસી બનવા માંગુ છું તો તેમને ખુશી થઈ. તેમણે કહ્યું કે, એક ભાઈ ઘરે રહેશે અને એક ભગવાનની સેવામાં જશે. પછી હું આવી ગયો. હવે પરિવારમાં ભાઈ છે. ક્યારેક ક્યારેક આવે છે. તહેવાર, ઉત્સવ, પૂજા વગેરે પર હું ઘરે પણ જાઉ છું. બહેનનું નિધન થઈ ચુક્યું છે.

રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ બે ભાઈ છે. તેમનો એક ભાઈ ઘરે છે. તેમની બહેનનું નિધન થઈ ચુક્યું છે.

1976માં સહાયક શિક્ષકની નોકરી મળી સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે, અહીંયા મે સંસ્કૃત વિદ્યાલયથી આચાર્ય 1975માં પાસ કર્યું. 1976માં પછી અયોધ્યાના સંસ્કૃત મહાવિદ્યાલયમાં વ્યાકરણ વિભાગમાં સહાયક શિક્ષકની નોકરી મળી ગઈ. એ વખતે 75 રૂપિયા પગાર હતો. આ દરમિયાન હું રામ જન્મભૂમિ પણ આવતો હતો. શ્રી અભિરામ દાસ અમારા ગુરુ હતા. આ દરમિયાન હું કથા, પૂજા વગેરે પણ કરવા માટે જતો હતો. નવરાત્રિમાં જન્મભૂમિમાં કળશ સ્થાપનનું કાર્ય પણ કરતો હતો. એ વખતે ક્યારે વિચાર્યું ન હતું કે ક્યારેક અહીંયા મુખ્ય પૂજારી બનીશ. 1 માર્ચ 1992ના રોજ રામલલ્લાની સેવાની તક મળી સત્યેન્દ્ર દાસ કહે છે કે, બધુ જીવનમાં સામાન્ય ચાલી રહ્યું હતું. 1992માં રામલલ્લાના પૂજારી લાલદાસ હતા. એ વખતે રિસીવરની જવાબદારી રિટાયર્ડ જજ પર હતી. એ વખતે જેપી સિંહની રિસીવર હતા. તેમનું ફેબ્રુઆરી 1992માં નિધન થયું તો રામજન્મભૂમિની વ્યવસ્થાની જવાબદારી જિલ્લા પ્રશાસનને સોંપવામાં આવી. ત્યારે પૂજારી લાલદાસને હટાવવાની વાત થઈ હતી. એ વખતે પૂર્વ ભાજપ સાંસદ વિનય કટિયાર વિહિપના નેતાઓ અને ઘણા સંત જે વિહિપ નેતાઓના સંપર્કમાં હતા, તેમની સાથે મારો ગાઢ સંબંધ હતો. દરેકે મારા નામનો નિર્ણય લીધો. પૂર્વ વિહિપ અધ્યક્ષ અશોક સિંઘલની પણ સહમતી મળી ચુકી હતી.જિલ્લા પ્રશાસનને પણ જાણ કરાઈ અને 1 માર્ચ 1992માં મારી નિમણૂક કરાઈ. મને અધિકાર આપી દેવાયો કે હું મારા 4 સહાયક પૂજારી પણ રાખી શકું છું. ત્યારે મેં 4 સહાયક પૂજારીઓને રાખ્યા હતા.

સત્યેન્દ્ર દાસ 28 વર્ષથી રામલલ્લાની સેવા કરી રહ્યા છે

મંદિરથી શાળા અને શાળાથી મંદિર આ જ દિનચર્યા હતી સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે, એ વખતે શાળા અને મંદિર બન્ને જગ્યાએ પહોંચી વળવું થોડુંક કઠીન હતું. પણ સહાયક પૂજારીઓની મદદથી બધુ સરળ થઈ ગયું હતું. સવારે 10 વાગ્યા સુધી મંદિરમાં રહેતો હતો, પછી 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી શાળામાં રહેતો હતો. પછી 4 વાગ્યા પછી સાંજ સુધી મંદિરમાં રહેતો હતો. આ રીતે પૂજાનું કામ પણ ચાલી રહ્યું હતું અને શાળાનું પણ કામ ચાલી રહ્યું હતું.

100 રૂપિયા પૂજારી તરીકે મળતા હતા સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે, મને શાળામાંથી પણ પગાર મળતો હતો, અને એવી જ રીતે મને પૂજારી તરીકે પણ 100 રૂપિયા મળતા હતા. જ્યારે 30 જૂન 2007ના રોજ હું શિક્ષકના પદ પરથી રિટાયર્ડ થયો, તો પછી મને અહીંયા 13 હજાર રૂપિયા પગાર મળવા લાગ્યો. મારા સહાયક પૂજારીઓને હાલ 8000 રૂપિયા પગાર મળે છે.

28 વર્ષથી રામલલ્લા ટેન્ટમાં વિરાજમાન હતા હવે તેમનું મંદિર બનવા જઈ રહ્યું છે

જ્યારે બાબરી વિધ્વંસ થયો તો હું રામલલ્લાને બચાવવામાં લાગી ગયો હતો સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે,જ્યારે બાબરી વિધ્વંસ થયો તો હું ત્યાં જ હતો. સવારના 11 વાગી રહ્યા હતા. સ્ટેજ બનાવાયું હતું અને લાઉડ સ્પીકર હતા. નેતાઓએ કહ્યું કે, પૂજારી જી રામલલ્લાને ભોગ ચઢાવી દો અને પરદો બંધ કરી દો. મેં ભોગ ચઢાવીને પરદો લગાવી બંધ કર્યો. એક દિવસ પહેલા જ કારસેવકોને કહેવામાં આવ્યું હતું કે, તમે લોકો સરયૂથી જળ લઈ આવો. ત્યાં એક ચબૂતરો બનાવાયો હતો. જાહેરાત કરવામાં આવી કે તમામ લોકો ચબૂતરા પર પાણી છોડો અને ધોવો, પરંતુ જે નવયુવક હતા તેમણે કહ્યું કે, અમે અહીંયા પાણીથી ધોવા નથી આવ્યા. અમે લોકો આ કારસેવા નહીં કરીએ. ત્યારપછી નારા લાગવા લાગ્યા. તમામ નવયુવક ઉત્સાહિત હતા. તે બેરકેડિંગ તોડીને વિવાદીત ઢાંચા પર પહોંચી ગયા અને તોડવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન અમે રામલલ્લાને બચાવવામાં લાગી ગયા અને તેને કોઈ નુકસાન ન થવા દીધું. અમે રામલલ્લાને ઉઠાવીને અલગ જતા રહ્યા,જેથી તેમને કોઈ નુકસાન ન થાય.Ayodhya Ram Mandir Pujari Satyendra Das News | All You Need To Know About Ram Janmabhoomi Temple Chief Priest Satyendra Das