Translate to...

સતત છઠ્ઠા દિવસે 45 હજારથી વધુ નવા કેસ આવ્યા, સાજા થનારાઓનો આંકડો 9.53 લાખને વટાવી ગયો; અત્યાર સુધીમાં 14.82 લાખ કેસ

સતત છઠ્ઠા દિવસે 45 હજારથી વધુ નવા કેસ આવ્યા, સાજા થનારાઓનો આંકડો 9.53 લાખને વટાવી ગયો; અત્યાર સુધીમાં 14.82 લાખ કેસ




દેશમાં છેલ્લા 24 કલાકમાં 46 હજાર 484 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 14 લાખ 82 હજાર 503 થઈ છે. હવે એક્ટિવ કેસની સંખ્યા 5 લાખની નજીક પહોંચી છે. દેશમાં હાલ 4 લાખ 95 હજાર 443 દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા 9 લાખ 53 હજાર 189 થઈ છે. 24 કલાકમાં 34 હજાર 444 સંક્રમિતો સાજા થયા છે. સંક્રમણના પગલે 33 હજાર 448 લોકોના મોત થયા છે. આ આંકડો covid19india.org વેબસાઈટ મુજબનો છે.

બીજી તરફ આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં પણ સંક્રમિતોનો આંકડો 1-1 લાખને વટાવી ગયો છે. અહીં રોજ 5થી 6 હજાર નવા કેસ વધી રહ્યાં છે. આંધ્ર પ્રદેશમાં સોમવારે 6,051 નવા કેસ આવ્યા છે. અત્યાર સુધીમાં અહીં 1,02,349 લોકો કોરોના પોઝિટિવ છે. જ્યારે કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 5,324 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 1,01,465 થઈ છે.

5 રાજ્યોની સ્થિતિ મધ્યપ્રદેશઃ 24 કલાકમાં રાજ્યમાં 789 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. તેની સાથે જ દર્દીઓની સંખ્યા વધીને 278,559 થઈ છે. તેમાંથી 19,791 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 820 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો બીજો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જોકે તેમના આ સિવાયના કરાયેલા ટેસ્ટના રિપોર્ટ સામાન્ય છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં 24 કલાકમાં સંક્રમણના 7924 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. તેની સાથે જ સંક્રમિતોની સંખ્યા વધીને 3,83,72 થઈ છે. સંક્રમણના કારણે 227 લોકોના મોત થયા છે. અહીં મૃતકોની સંખ્યા વધીને 13,883 થઈ ગઈ છે. કુલ 8,706 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ કારણે રાજ્યમાં સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 2,21,944 થઈ છે. મહારાષ્ટ્રમાં હવે 1,47,592 દર્દીઓની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 19,25,399 લોકોની તપાસ કરવામાં આવી છે.

રાજસ્થાનઃ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1134 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. કુલ મામલાઓની સંખ્યા અત્યાર સુધીમાં 37,564 થઈ છે. જેમાં 10,097 એક્ટિવ કેસ અને 25,663 ડિસ્ચાર્જ કેસ સામેલ છે. મોતનો આંકડો 633 થયો છે. આ માહિતી રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે આપી છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર બાંસવાડા 10, અજમેર 43, કોટા 50, અલવર 130, નાગૌર 38, સીકર 25, બાડમેર 25, ભીલવાડા 26, સિરોહી 13, બરન 6, જાલોર 6, દૌસા 6, હનુમાનગઢ 9, જયપુર 36, ગંગાનગરમાં 16 કોરોના પોઝિટિવ કેસ છે.

બિહારઃ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. બે દિવસની અદર 2192 નવા સંક્રમિતો મળ્યા છે. જોકે 1536 લોકો સાજા પણ થયા છે. કોરોના સંક્રમણના કારણે સોમવારે છ લોકોના મોત થયા છે. તેમાં બે પટનાના જ્યારે રોહતાસ, નાલંદા, બાંકા અને ભાગલપુરમાં એક-એક વ્યક્તિઓના મોત થયા છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 266 લોકોના મોત થયા છે. મહામારી શરૂ થયા પછી સ્વાસ્થ્ય વિભાગે 4,70,560 સેમ્પલની તપાસ કરી, જેમાં અત્યાર સુધીમાં 41,111 પોઝિટિવ આવ્યા છે.

ઉતરપ્રદેશઃ રાજ્યમાં કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 હજાર 578 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે 31 લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે રાજ્યમાં કોરોનાના એક્ટિવ મામલાઓની સંખ્યા 26 હજાર 204 થઈ છે. અત્યાર સુધીમાં મહામારીથી 1 હજાર 456 લોકોના મોત થયા છે. આ માહિતી ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે અનલોક વ્યવસ્થાની સમીક્ષા દરમિયાન કહ્યું કે 25 લાખ સુધીની વસ્તીવાળા જિલ્લાઓમાં રોજ એક હજારથી વધુ તથા 25 લાખથી વધુ વસ્તીવાળા જિલ્લાઓમાં 1,500થી વધુ તપાસ એન્ટિજનના માધ્યમથી કરવામાં આવી રહી છે.







For the sixth day in a row, more than 45,000 new cases were reported, with 9.53 lakh recoveries; 14.82 lakh cases so far