Translate to...

સતત ઘરમાં જ રહેવાથી વિટામિન Dની ઊણપ સર્જાઈ શકે છે, આ ઇમ્યુનિટી માટે મહત્ત્વપૂર્ણ પરંતુ કોરોના સાથે તેનું કનેક્શન નથી

સતત ઘરમાં જ રહેવાથી વિટામિન Dની ઊણપ સર્જાઈ શકે છે, આ ઇમ્યુનિટી માટે મહત્ત્વપૂર્ણ પરંતુ કોરોના સાથે તેનું કનેક્શન નથી
કોરોના ટાઈમમાં ઘણા લોકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. ઘણા લોકો સવારે કે સાંજે જ બહાર જાય છે. આ યોગ્ય પણ છે, પરંતુ તેમાં જોખમ પણ છે. તેનાથી શરીરમાં વિટામિન D ઓછું થઇ જાય છે. સૂર્યપ્રકાશ શરીર સુધી ન પહોંચવાથી આ ઊણપ આવી શકે છે, કારણ કે વિટામિન Dનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ છે.

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ(એમ્સ)માં રૂમેટોલોજી ડીપાર્ટમેન્ટનાં HOD ડૉ. ઉમા કુમારે કહ્યું કે, વિટામિન D શરીરની ઇમ્યુનિટીને જાળવી રાખવામાં મહત્ત્વનો રોલ પ્લે કરે છે. હાડકાંઓને મજબૂત બનાવે છે. શરીરના અન્ય દરેક અંગોને યોગ્ય રીતે કામ કરવામાં તેની અગત્યની ભૂમિકા હોય છે. આથી વિટામિન Dની ઊણપ શરીરમાં ન આવવી જોઈએ, પરંતુ વિટામિન D ક્યારેય જાતે ન લેવું જોઈએ, હંમેશાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

વિટામિન Dનું પ્રમાણ વધી જતા કાર્ડિયાક ડેથનું જોખમડૉ. ઉમાએ વાત કરતાં જણાવ્યું કે, વિટામિન Dનું પ્રમાણ વધી જતા કેલ્શિયમનું લેવલ ઘણું વધી જાય છે અને તેનાથી કાર્ડિયાક ડેથનું જોખમ વધી જાય છે. તેના માટે દરેક સપ્લીમેન્ટ લેવાના પ્રયત્નો ન કરવા જોઈએ.

શરીરના અન્ય અંગો જરૂરી છે તેમ વિટામિન D પણ જરૂરી છે, આથી તેને મેન્ટેઈન રાખો. તેના માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી. ઘણી સ્ટડીનું કહેવું છે કે, શરીરમાં વિટામિન Dની પર્યાપ્ત માત્રાથી સામાન્ય તાવ અને ફ્લૂથી બચી શકાય છે.

વિટામિન Dને માટે એક્સપર્ટ્સની સલાહ

બ્રિટિશ સરકારમાં સ્વાસ્થ્ય અને પોષણ માટે કાર્યરત એક સંસ્થા સાયન્ટિફિક એડવાઇઝરી કમિશન ઓન ન્યુટ્રિશન અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ કેર એક્સેલન્સે કોરોનામાંવિટામિન Dની ભૂમિકા વિશે રિપોર્ટ તૈયાર કર્યો છે.બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસનું કહેવું છે કે, રોગચાળાના આ સમયગાળા દરમિયાન લોકોએ દરરોજ 10 માઇક્રોગ્રામ વિટામિન લેવું જોઈએ. ખાસ કરીને એ લોકો જેઓ ઘરમાં વધારે રહ્યા છે.જો કે, પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (PHE)એ આખા વર્ષ દરમિયાન વિટામિન D સપ્લિમેન્ટ્સ લેવાની સલાહ આપી છે. PHEનું કહેવું છે કે, જે લોકો બહાર જવામાં અસમર્થ છે અથવા કેર હોમમાં રહે છે તેમણે વિટામિન D લેવું બહુ જરૂરી છે.સ્કોટલેન્ડ અને વેલ્સની સરકાર ઉપરાંત, ઉત્તરઆયર્લેન્ડની પબ્લિક હેલ્થ એજન્સીએ પણ લોકડાઉનમાં આ જ પ્રકારની સલાહ આપી છે.

વિટામિન D અને કોરોના વચ્ચે પરસ્પર કોઈ સંબંધ નથીડો. ઉમા જણાવેછે કે, વિટામિન D અને કોરોના વચ્ચે પરસ્પર કોઈ સંબંધ નથી. ન તો વિટામિન D કોરોનાની ટ્રીટમેન્ટ છે. હા, જે લોકોમાં વિટામિન Dની ઊણપ હોય છે, તેમની બીમાર પડવાની આશંકા વધી જાય છે. આવા લોકોમાં ઓટો ઇમ્યુન ડિસીઝની આશંકા વધુ હોય છે. પરંતુ, વિટામિન Dનું સ્ક્રીનિંગ કારણ વગર કરાવવું ન જોઈએ.છેલ્લા થોડા વર્ષોમાં થયેલ કમ્યુનિટી બેઝ્ડ સ્ટડીઝમાં જણાવ્યાનુસાર, દેશમાં લગભગ 50થી 90%લોકોમાં વિટામિન Dની ઊણપ જોવા મળી હતી.

શું વિટામિન Dથી કોરોનાને અટકાવી શકાય છે?

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સલન્સે વિટામિન D પર થયેલ રિસર્ચમાં જણાવ્યું કે આના કોઈ પુરાવા નથી, જેના આધારે કહી શકાય કે વિટામિન Dના સપ્લિમેન્ટ્સથી કોરોનાને અટકાવી શકાય છે.પરંતુ, એક્સપર્ટ આ વાત સાથે સહમત છે કે, મહામારીના સમયમાં વિટામિન Dના ઘણા ફાયદા પણ છે માટે શરીરમાં તેની ખામી ન સર્જાય તે ધ્યાન રાખવું જરૂરી છે.BMJ ન્યુટ્રિશન, પ્રિવેન્શન એન્ડ હેલ્થના એક રિપોર્ટ અનુસાર, વિટામિન D ખાસ વસ્તુઓ માટે આપવું જોઈએ નહીં કે કોરોનાની સારવાર તરીકે. પરંતુ વિટામિન D આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ.કેટલાક રિસર્ચનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિમાં વિટામિન Dની ઊણપ છે અને તેને કોરોનાનું ઇન્ફેક્શન લાગી જાય તો તેને સ્વસ્થ કરવા મુશ્કેલ છે.

શું વિટામિન Dના અલગથી ડોઝ લેવા જોઈએ?ના. ડો. ઉમાના જણાવ્યાનુસાર, વિટામિન Dના અલગથી ડોઝ લેવા સેફ નથી. માટે ડોક્ટરને પૂછ્યા વગર કોઈપણ સપ્લિમેન્ટ ન લો. જો તમે ડોક્ટરએ સૂચવેલા ડોઝથી વધુ લો તો તેનાથી મૃત્યુ પણ થઇ શકે છે.

દુનિયાભરનાં રિસર્ચ શું કહે છે?

એક રિસર્ચ અનુસાર, વિટામિન Dથી વાઈરસ ઈન્ફેક્શન અને કોવિડ-19ના લક્ષણો એમેલીઓરેટ અને સાઈટોકાઈન સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.યુરોપના 20 દેશોમાં વિટામિન D પર થયેલાં રિસર્ચમાં જાણવામળ્યું છેકે, જે દેશોના લોકોમાં વિટામિન Dનું લેવલ ઓછું હતું, તેવા લોકોમાં કોરોના વાઈરસના કેસ વધારે જોવા મળ્યા હતા. તેવા લોકોનું મૃત્યુ પણ વધારે થયું હતું. ખાસ કરીને સ્પેન, ઈટાલી અને સ્વિત્ઝર્લેન્ડના લોકોમાં વિટામિન Dનું સ્તર ઘણું ઓછું હતું.ઈન્ડોનેશિયન રેટ્રોસ્પેક્ટિવ કોહૉર્ટ સ્ટડીના સંશોધકોએ 780 કોવિડ-19 દર્દીઓ પર અભ્યાસ કર્યો હતો. તેમાં સામે આવ્યું કે, વિટામિન Dનું ઓછું સ્તર ધરાવતા લોકોનું મૃત્યુ વધારે થયું હતું.

Constant indoors can lead to vitamin D deficiency, which is important for immunity but has no connection to the corona.