Translate to...

સચિનના સામે આવવાની રાહ, ગેહલોતના નેતા પાયલટ સમર્થકોને પોતાની તરફ કરતા જોવા મળ્યા, મંત્રીમંડળનું વિસ્તરણ ટળ્યું

સચિનના સામે આવવાની રાહ, ગેહલોતના નેતા પાયલટ સમર્થકોને પોતાની તરફ કરતા જોવા મળ્યા, મંત્રીમંડળનું વિસ્તરણ ટળ્યું




રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણના ચોથા દિવસે ગુરુવારે મુખ્યમંત્રી ગેહલોત ફરી એકવાર સચિન પાયલટના સમર્થકોને પોતાની તરફ કરતા જોવા મળ્યા હતા. હાલ મંત્રીમંડળનું વિસ્તરણ અટક્યું છે. પહેલા ચર્ચા હતી કે 16 જુલાઈએ ગેહલોત સરકાર મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. સાથે બીજી બાજુ વસુંધરા રાજે પણ બુધવારે મોડી રાત સુધી જયપુર પહોંચ્યા નથી.

કોંગ્રેસે નોટિસ આપીને બળવાખોર ધારાસભ્યોને શુક્રવાર સુધીનો સમય આપ્યો છે, ત્યારપછી તેમની પર કાર્યવાહી કરવામાં આવશે. નોટિસમાં પુછવામાં આવ્યું છે કે, પાર્ટી વિરોધી પ્રવૃત્તિ અને કોંગ્રેસ ધારાસભ્યોની બે બેઠકમાં હાજરી ન આપવા અંગે તમને અયોગ્ય કેમ ન ઠેરવવા જોઈએ? સાથે જ વિધાનસભામાંથી પણ એક નોટિસ આપવામાં આવી છે. જેમા ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. એવામાં જો આ દરમિયાન કોઈ નારાજ ધારાસભ્ય પાછો આવશે તો તેના માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે.

સચિન પાયલયના સામે આવવાની રાહ જોવાઈ રહી છેચાર દિવસની રાજકીય ખેંચતાણ વચ્ચે સચિન પાયલટ હજુ સુધી સામે આવ્યા નથી. મંગળવારે તેમણે ન્યૂઝ એજન્સીને ઈન્ટરવ્યૂ આપીને એ જરૂર જણાવ્યું હતું કે, તે ભાજપમાં જોડાશે નહીં. આ પહેલા ચર્ચા ચાલી રહી હતી કે તે પ્રેસ કોન્ફરન્સ કરશે, જેને કેન્સલ કરી દેવાઈ હતી

2 નાયબ મુખ્યમંત્રી, 7 મંત્રી અને 15 સંસદીય સચિવ બનાવવાની સંભાવનામંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે. માનવમાં આવી રહ્યું છે કે ગેહલોત હવે બે નાયબ મુખ્યમંત્રી બનાવી શકે છે. સાત નવા ચહેરાને મંત્રી બનવાની તક અપાશે. આ ઉપરાંત સરકારમાં 10થી 15 સંસદીય સચિવ બનાવવામાં આવી શકે છે.ગેહલોત તેમની પહેલાની સરકારમાં પણ બે ઉપમુખ્યમંત્રીનો ફોર્મ્યુલા અપનાવી ચુક્યા છે. તેમની પહેલી સરકારમાં બનવારી લાલ બૈરવા અને કમલા બેનીવાલ ઉપ મુખ્યમંત્રી હતા.

આ MLA માનેસરમાં, જેમને નોટિસ આપવામાં આવીસચિન પાયલટ, રમેશ મીણા, ઈન્દ્રાજ ગુર્જર, ગજરાજ ખટાના, રાકેશ પારીક, મુરારી મીણા,પીઆર મીણા, સુરેશ મોદી, ભંવર લાલ શર્મા, વેદપ્રકાશ સોલંકી, મુકેશ ભાકર, રામનિવાસ ગાવડિયા, હરીશ મીણા, બૃજેન્દ્ર ઓલા, હેમારામ ચૌધરી, વિશ્વેન્દ્ર સિંહ, અમર સિંહ, દીપેન્દ્ર સિંહ અને ગજેન્દ્ર શક્તાવત.

ભાજપની નજર સ્થિતિ પરરાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ પર ભાજપ નેતા નજર ટિકાવીને રાખી છે. પાર્ટીના નેતા ખુલીને પોતાની રણનીતિ નથી કહેતા પણ અંદરખાને મીટિંગ ચાલી રહી છે. ગુલાબ ચંદ કટારિયાએ કહ્યું કે, અમે ગેહલોત અને પાયલટ બન્ને જોઈ રહ્યા છીએ. એ હિસાબથી આગળની રણનીતિ તૈયાર કરીશું.







રાજસ્થાનમાં રાજકીય લડાઈ વચ્ચે ગેહલોત સમર્થકોની ફેરમાઉન્ટ હોટલમાં વાડાબંધી કરાઈ છે. સાથે જ સચિન પાયલટ સમર્થક માનસેર સ્થિત એક હોટલમાં છે.