બોલીવુડ એક્ટર સંજય દત્તને અચાનક શ્વાસ લેવામાં તકલીફ જણાતા મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો છે. તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. અત્યારે હોસ્પિટલમાં તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામા આવ્યો છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે જો સ્વાસ્થ્યમાં સુધારો રહેશે તો રવિવારે ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.
અમુક મહિના પહેલા કોરોના અંગે જાગૃતિ માટે સંજય દત્તે તેના ફેન્સને હાથ જોડીને ઘરમાં રહેવા માટે અપીલ કરી હતી