વિશ્વભરમાં લગભગ દોઢ કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. લગભગ 6 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. સૌથી સારી વાત એ છે કે, લગભગ 80 લાખથી વધારે લોકો સાજા થઈ ગયા છે. ત્યારે કોરોનાની વેક્સીનને લઈને પણ પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે. આ દરમિયાન ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે કે, સાજા થઈ ગયેલા લોકોને શું ફરીથી કોરોના થઈ શકે છે? શું વેક્સીન આપણને સુરક્ષિત રાખવા માટે પૂરતી છે?
શું વેક્સીન પૂરતી છે?
15 જુલાઈએ અમેરિકન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ મેડિસિનમાં પ્રકાશિત એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, વિશ્વમાં પહેલાની જેમ સ્થિતિ સામાન્ય બની જાય તે માટે વેક્સીનની અસરકારકતા 70થી 80 ટકા હોવી જરૂરી છે. તેની સરખામણીમાં ઓરીની વેક્સીનની અસરકારકતા 95-95 ટકા છે. ફ્લુની વેક્સીનની અસરકારકતા 20-60 ટકા હોય છે.કમ્પ્યુટર સિમ્યુલેશન પર બેસ્ડ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, તેનો અર્થ એ નથી કે તેનાથી ઓછી અસરકારક વેક્સીન નકામી છે, પરંતુ તેનો અર્થ એ છે કે, ગમે તે રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું પડશે. લોકો પહેલાની જેમ ભીડ એકઠી કરીને વાતચીત નહીં કરી શકે.શું ફરીથી કોરોના થઈ શકે છે?
અત્યાર સુધીના રિસર્ચમાં તે સામાન્ય મોસમી બીમારી એટલે કે શરદી-ઉધરસ અથવા વાઈરલ તાવ જેવી દેખાય છે. મોસમી તાવ અથવા ફ્લુના લીધે શરીરમાં એન્ટિબોડી વિકસિત થાય છે અને સમયની સાથે તે ઘટી જાય છે. તેના કારણે ઘણા લોકો હવામાન બદલાતા વારંવાર બીમાર થઈ જાય છે.કિંગ્સ કોલેજ લંડનના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, કોરોનાની સામે શરીરમાં બનતી એન્ટિબોડી પણ સામાન્ય બીમારીની જેમ જ પ્રતિક્રિયા આપે છે. ત્રણ મહિનામાં તે એન્ટિબોડી નાશ થઈ જાય છે. એટલે કે ફરીથી કોરોના થવાનું જોખમ વધી શકે છે.તાજેતરના રિસર્ચમાં એવો દાવો નથી કરવામાં આવ્યો કે, ફરીથી કોરોના નહીં થાય, પરંતુ પરિણામ દર્શાવે છે કે આશંકાઓને નકારી શકાય નહીં. ઈન્ફેક્શન થાય ત્યારે પેથોજન (વાઈરસ)ને નષ્ટ કરીને શરીરમાં એન્ટિબોડી બનાવે છે. જો વાઈરસ ફરીથી શરીર પર હુમલો કરે છે તો ઈમ્યુન સિસ્ટમને તે યાદ રાખે છે અને એન્ટિબોડી તેનો નાશ કરે છે.વેક્સીનની અસરકારકતા કેટલી હોવી જોઈએ?
એટલું યાદ રાખવું કે વેક્સીન પણ અન્ય પ્રોડક્ટસની જેમ છે. પ્રોડક્ટની ઉપલબ્ધતાની સાથે તેની અસરકારકતા પણ જરૂરી રહેશે. વિવિધ વેક્સીન વિવિધ લેવલે પ્રોટેક્શન આપે છે. વૈજ્ઞાનિકો તેની અસરકારકતા હોવાની વાત જણાવી રહ્યા છે.ઘણા દેશોના નેતાઓ દાવો કરી રહ્યા છે કે ટૂંક સમયમાં જિંદગી સામાન્ય બની જશે. ખાસ કરીને વર્ષના અંત સુધી અથવા 2021ની શરૂઆત સુધી વેક્સીન ઉપલબ્ધ થઈ જશે. કેટલીક વેક્સીન ટ્રાયલના સારા પરિણામ આવ્યા છે, પરંતુ આ પ્રકારની ટાઈમલાઈન પર વિશ્વાસ કરવો ઓપ્ટિમિસ્ટક બનાવે છે.... તો શું વેક્સીન પર સંપૂર્ણ નિર્ભરતા યોગ્ય છે?
જ્યારે કોઈ બીમારી માટે વેક્સીન બને છે તો કોઈ પેથોજનની સામે ઈમ્યુન રિસ્પોન્સને ડેવલપ કરે છે. એન્ટિબોડી કમજોર થવાથી વેક્સીનની અસરકારકતા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. તેને મહામારીનો અંત કરવાની રીત પર પણ ચિંતા વધારી દીધી છે.કિંગ્સ કોલેજ લંડનના રિસર્ચમાં 100 કોરોનાવાઈરસ પોઝિટિવ દર્દીઓને સામેલ કરવામાં આવ્યા. તેમાં વાઈરસની સામે એન્ટિબોડી વિકસિત થઈ હતી. વોલેન્ટિયર ગ્રુપમાં 77 ટકા પુરુષો હતા અને સરેરાશ ઉંમર 55.2 વર્ષની હતી. લગભગ 100 દિવસ સુધી તેમને ટ્રેક કરવામાં આવ્યા હતા.લક્ષણોની શરૂઆતથી તેમના શરીરમાં SARS-CoV2 વાઈરસને નાશ કરવા માટે વિકસિત એન્ટિબોડીની તીવ્રતાને તપાસવામાં આવી. એ જોવામાં આવ્યું કે જે રીતે મોસમી ફ્લુનો સામનો કરનારી એન્ટિબોડી થોડા મહિનામાં નાશ થઈ જાય છે અને ફરીથી બની જાય છે. તે પ્રકારની સિસ્ટમ કોરોનાવાઈરસના કેસમાં જોવા મળી.એન્ટિબોડી નાશ થવાથી ઈમ્યુનિટી પર અસર પડશે?
કિંગ્સ કોલેજ લંડનના રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, તે સ્પષ્ટ નથી કે ગંભીર બીમારીઓમાં એન્ટિબોડીની વધારે માત્રા તે બીમારીની ગંભીરતા માટે જવાબદાર હતી અથવા વાઈરલ લોડ વધારે હોવાને કારણે હતી. તે પણ નથી ખબર કે એન્ટિબોડી ફોલો-અપ પિરિઅડ બાદ સ્થિર સંખ્યામાં પહોંચે છે અથવા તેમાં ઘટાડો ચાલુ રહે છે.અત્યાર સુધીના રિસર્ચ દર્શાવે છે કે જો કોઈ પ્રકારે કોરોનાવાઈરસના કારણે શરદી- ઉધરસ થાય તો ઈન્ફેક્શન થયાના 6 મહિના સુધી એન્ટિબોડી છ મહિનામાં નષ્ટ થવા લાગે છે. ચાર વર્ષ બાદ શરીરમાં એન્ટિબોડીને ડિટેક્ટ કરવી મુશ્કેલ થઈ જાય છે.કોવિડ -19 માટે જવાબદાર વાઈરસની સામે રક્ષણ માટે શરીરમાં એન્ટિબોડીનું લેવલ કેટલું હોવું જોઈએ તે હજુ સુધી જાણી શકાયું નથી. નવી એન્ટિબોડી રિસર્ચ દર્શાવે છે કે, કોવિડ-19ની સામે ઈમ્યુનિટી થોડા મહિનામાં નષ્ટ થઈ શકે છે. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે માત્ર એન્ટિબોડીના કારણે શરીરમાં ઈમ્યુનિટી વિકસિત થતી નથી.એ નોંધવું પણ યોગ્ય છે કે સાજા થઈ ગયેલા કોરોનાના દર્દીઓમાં એન્ટિબોડી ન હોવાથી પણ મજબૂત ટી-સેલ ઈમ્યુનિટી વધારે છે. ટી-સેલ SARS-CoV2નું સંક્રમણ ફરીથી થવાથી બચાવી શકે છે કેમ કે તે હજી સુધી જાણી શકાયું નથી. આ પહેલા આ ટી-સેલ MERS (મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિંડ્રોમ) વાઈરસથી અસરકારક સુરક્ષા આપે છે.Can a vaccine protect us 100% from corona? Can positive patients have coronary heart disease again?