Translate to...

શોલેમાં સુરમા ભોપાલીની ભૂમિકા ભજવનાર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન

શોલેમાં સુરમા ભોપાલીની ભૂમિકા ભજવનાર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન



બોલિવૂડના મશહુર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે અવસાન થયું છે. ઈતિહાસ સર્જી ગયેલી ફિલ્મ શોલેમાં સુરમા ભોપાલીના પાત્રથી ભારે લોકપ્રિય બનેલા જગદીપ ઉંમર સંબંધિત બિમારીને લીધે લાંબા સમયથી પથારીવશ હતા.ફિલ્મી પડદે જગદીપ નામથી ઓળખાતા કોમેડિયનનું અસલી નામ સૈયદ ઈશ્તિયાક અહમદ ઝાફરી હતું. તેઓ મધ્યપ્રદેશના વતની હતા.

400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું

શોલે, કુરબાની, અંદાઝ અપના અપના, નગિના સહિત 400થી વધુ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. સંવાદો બોલવાની વિશિષ્ટ લઢણને લીધે તેઓ દર્શકોમાં ખૂબ લોકપ્રિય હતા.તેમના પુત્રો જાવેદ જાફરી અને નાવેદ જાફરી પણ ફિલ્મોમાં સક્રિય છે

વર્ષ 1975માં રિલીઝ થયેલી ફિલ્મમાં જગદીપે સૂરમા ભોપાલીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મના એક સીનમાં અમિતાભ અને ધર્મેન્દ્ર સાથે જગદીપ

જાવેદે ટ્વિટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છેજગદીપના મૃત્યુ અંગે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેમણે પોતાના સૂરમા ભોપાલીવાળો ડાયલોગ બોલી રહ્યા છે. આ વીડિયો 29 માર્ચ, 2018નો છે. તે જાવેદ જાફરીએ ટ્વિટ કર્યો હતો. તેમા તેઓ કહી રહ્યા હતા કે- "આવો હસતા-હસતા અને જાઓ હસતા-હસતા"

As my respected father #Jagdeep, is not on social media he sends a mesaage to thank all the loving fans who wished him on his birthday today pic.twitter.com/K4mEW3Xz30

— Jaaved Jaaferi (@jaavedjaaferi) March 29, 2018

ફિલ્મ દો બીધા જમીનથી બન્યા કોમેડિયનજગદીપે વર્ષ 1951થી અફસાના ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તેમા તેઓ ચાઈલ્ડ એક્ટર હતા. ત્યારબાદ તેમણે દો બીધા જમીનમાં કોમેડી રોલ કર્યો હતો. તેમણે 400થી વધારે ફિલ્મમાં કામ કર્યું હતું.







Comedian Jagdeep, popularly known as 'Surma Bhopali', has died at the age of 81





(ફાઈલ ફોટો)





Comedian Jagdeep, popularly known as 'Surma Bhopali', has died at the age of 81