Translate to...

શ્રાવણમાં ડાયજેસ્ટ સિસ્ટમમાં ફેરફાર થવાથી શરીરમાં તાકાત ઘટી જાય છે, એટલા માટે ખાવા-પીવામાં સાવધાની રાખવી જરૂરી

શ્રાવણમાં ડાયજેસ્ટ સિસ્ટમમાં ફેરફાર થવાથી શરીરમાં તાકાત ઘટી જાય છે, એટલા માટે ખાવા-પીવામાં સાવધાની રાખવી જરૂરી
આપણાં ત્યાં શ્રાવણ મહિનો 21 જુલાઈથી શરૂ થશે. હિંદુ કેલેન્ડર પ્રમાણે શ્રાવણ શરૂ થઈ ગયો છે. આ વખતે વરસાદની સાથે કોરોના પણ છે. આ મહિનામાં તહેવાર-મેળાઓ પણ છે. તેમજ વરસાદ અને વાનગીઓની સિઝન, ખેતી અને ખેડુતોની સિઝન પણ છે.

પરંતુ શ્રાવણ આવતાની સાથે લોકો પહેલાં કરતા વધુ સજાગ થઈ જાય છે. ખાસ કરીને, ખાવા-પીવાને લઈને, સ્વસ્થને લઈને અને આવવા-જવાને લઈને,

ડાયટીશિયન ડોક્ટર નિધિ પાંડે કહે છે કે, ચોમાસાની શરૂઆત થતાં જ આપણી પાચક શક્તિમાં થોડો ફેરફાર થાય છે. તેનાથી બોડીને એનર્જી, ફક્શનિંગ, એફિશન્સીમાં ફેરફાર થાય છે. શરીરને પોષક તત્ત્વોની જરૂર હોય છે. તે ઉપરાંત વાદળછાયું વાતાવરણ હોવાથી કુદરતી વિટામિન ડી પણ શરીરને મળતું નથી. તેનાથી પણ બોડીની ફંક્શનિંગ નબળી થઈ જાય છે.

તેના કારણે ચોમાસામાં અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં ખાવાનું પચતું નથી, એટલા માટે એવો ખોરાક અને પ્રવાહી વસ્તુઓ લેવી જે સરળતાથી ડાયજેસ્ટ થઈ જાય, જેને ખાવાથી બોડીને એનર્જી મળે છે.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકસ સાયન્સ (એઈમ્સ)માં રુમેટોલોજી ડિપાર્ટમેન્ટમાં એચઓડી ડો. ઉમા કુમારી કહે છે કે, વરસાદ અને શ્રાવણ મહિનામાં જે લોકો હાઈજીનનું ધ્યાન નથી રાખતા, તેમને ફંગલ અને ગ્રેસ્ટ્રો ઈન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. જો કે, ઉપવાસથી વધારે અસર નથી થતી. આ વખતે કોરોના પણ છે, એટલા માટે લોકોને વધારે સાવધાની રાખવાની જરૂર છે, કેમ કે, લોકોને ફ્લુ અને કોરોમાં અંતર કરવામાં મુશ્કેલી થઈ શકે છે.

આદુનો વધારે ઉપયોગ કરવો-ડોક્ટર નીધિ ખાવામાં વધારેમાં વધારે આદુનું સેવન કરવાની સલાહ આપે છે. કહે છે કે, આદુ બોડીને ડી-ટોક્સ કરે છે. તેનાથી ડાયજેશન સિસ્ટમ સારી રહે છે. બ્લડ પ્રેશરની સમસ્યા પણ નથી થતી. એટલા માટે વરસાદમાં આદુની ચા સ્વાસ્થ્ય માટે સૌથી બેસ્ટ છે. તેનાથી શરદી-તાવ થવાની શક્યતા ઓછી થઈ જાય છે. જો થઈ પણ થાય તો જલ્દીથી સાજા થઈ જવાય છે.

આ વસ્તુઓ પર વધારે ધ્યાન આપવું-

ડો. ઉમા જણાવે છે કે, પર્સનલ હાઈજીન પર ધ્યાન નહીં આપવાથી પેટ ખરાબ થવાનો ડર રહે છે, ખાસ કરીને સ્ટ્રીડ વેંડર્સથી ખાવાથી અથવા ફાસ્ટ ફૂડ ખાવાથી. વરસાદમાં ઘણી ઘણી જગ્યાએ ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે સ્વચ્છતાની સમસ્યા પણ વધી જાય છે. એટલા માટે જાતે જ સ્વચ્છતા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.

જાતે નક્કી કરો કે આ વસ્તુઓ ખાવી કે નહીં-

ડો. નિધિ કહે છે કે, લસણ-ડુંગળી ખાવા કે નહીં તે જાતે નક્કી. જો તેને ખાવામાં કોઈ સમસ્યા થતી હોય તો ન ખાવ, જો સમસ્યા ન થતી હોય તો ખાવ. પરંતુ ચટણી તરીકે ખાશો તો વધારે સારું રહેશે. લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું પણ ટાળવું, કેમ કે, ચોમાસામાં તેમાં બેક્ટેરિયા વધારે હોય છે અને પાંદડા પણ સડી થાય છે. સવારે અને સાંજે હુફાળું પાણી પીઓ. ઠંડી વસ્તુઓ ખાવાથી બચવું, કેમ કે, આ વસ્તુઓ તમારી ઈમ્યુનિટીને ચેલેન્જ કરી શકે છે. ખાસ કરીને અત્યારે જ્યારે કોરોનાવાઈરસ ચાલી રહ્યો છે. મોટાભાગની બીમારીઓ ઈમ્યુનિટી કમજોર થવાથી થાય છે.

શ્રાવણમાં આ વસ્તુઓથી બચવું

ડો. ઉમા કુમાર કહે છે કે, વરસાદની સિઝન છે, ભેજ વધારે છે, વારંવાર વાતાવરણ પણ બદલાઈ રહ્યું છે. તેના કારણથી સ્વાસ્થ્ય ખરાબ થવાનો ભય વધારે રહે છે. કોરોનાવાઈરસ પણ છે, એટલા માટે કેટલીક વસ્તુઓને ટાળવી જરૂરી છે. બનારસ, અયોધ્યા, હરિદ્વાર સહિત દેશના અનેક શહેરો અને સ્થળોએ શ્રાવણ દરમિયાન મેળા પણ ભરાય છે. પરંતુ આ વખતે કોરોના ફેલાયેલો હોવાથી આવી સ્થિતિમાં મેળાનું આયોજન શક્ય નથી. તેમ છતાં નાના-મોટા મેળા યોજાય છે તો ત્યાં જવાનું ટાળવું. મોટી સંખ્યામાં લોકો કાંવડ યાત્રામાં સામેલ થાય છે, પરંતુ આ વખતે કોરોના છે, તેથી પહેલા આ બાબતોથી બચવાનો પ્રયાસ કરો. જો તમે જાવ છો તો, એકબીજાથી અંતર રાખીને ચાલવું. બહાર જમવાનું ટાળો વરસાદમાં સાપ પણ ઘણા નીકળે છે, ખાસ કરીને ગામડાઓમાં, તેથી જો તમે બહાર જાઓ છો, તો ખાસ ધ્યાન રાખો, જમીનની તરફ જોઈને ચાલવું. ઘાસવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું.

the digestive system in Shravan reduce the body's strength, so it is important to be careful in eating and drinking.