Translate to...

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવે કહ્યું- 36 પરંપરાના 135 સંતોને આમંત્રણ, વડાપ્રધાન 9 શિલાઓની સ્થાપના કરશે

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવે કહ્યું- 36 પરંપરાના 135 સંતોને આમંત્રણ, વડાપ્રધાન 9 શિલાઓની સ્થાપના કરશે
અયોધ્યામાં રામ જન્મભૂમિ શિલાન્યાસ કાર્યક્રમ માટે અનુષ્ઠાન શરૂ થઇ ગયા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે ભારતની માટીમાં જન્મેલી 36 પરંપરાના 135 સંતો અને અન્ય અતિથિઓને આમંત્રણ આપવામા આવ્યું છે. નેપાળના સંતો પણ આવશે. સમારોહમાં આવનારા લોકોને આમંત્રણ પત્ર અને પરિચય પત્ર લાવવું પડશે. 10.30 વાગ્ય બાદ સમારોહમાં એન્ટ્રી નહીં મળે.

રાયે જણાવ્યું કે આમંત્રણ પત્ર પર સિક્યોરિટી કોડ છે જેનાથી તે એક વખત જ ઉપયોગમાં લઇ શકાશે. કાર્યક્રમમાં મોબાઇલ અને બેગ લાવવા પર પ્રતિબંધ છે. સ્ટેજ પર વડાપ્રધાન સાથે ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્યગોપાલ દાસ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન 9 શિલાઓની સ્થાપના કરશે.

રામના લીલા રંગના પોશાક પર વિવાદ કેમ ? ચંપત રાયે 5 ઓગસ્ટે રામને પહેરાવવાના લીલા રંગના પોશાક અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે લોકોને મોદીથી ડર છે કે તેઓ લીલા રંગથી પ્રભાવિત છે તે મને ખબર નથી. ભગવાન રામના શ્રૃંગારમાં વસ્ત્રોની પસંદગી કરવી તે મુખ્ય પુજારીની જવાબદારી છે અને તે જ પરંપરા છે. તેનો સંબંધ પીએમઓ અથવા ટ્રસ્ટ સાથે નથી. લીલો રંગ પ્રકૃતિ અને ભારતની સમૃદ્ધિનું પ્રતીક છે. બુધ ગ્રહનો સંબંધ લીલા રંગ સાથે છે. રામ લલ્લા જ્યાં વિરાજમાન ત્યા જ્યારથી બેઠા છે ત્યારથી આ પરંપરાનું પાલન થઇ રહ્યું છે. તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી.

આ પરંપરાના સંતોને આમંત્રણ ચંપત રાયે કહ્યું કે દશનામી સન્યાસી પરંપરા, રામાનંદ વૈષ્ણવ પરંપરા, રામાનુજ પરંપરા, નાથ પરંપરા, નિંબાર્ક, માધવાચાર્ય, વલ્લભાચાર્ય, રામ સનેહી, કૃષ્ણ પ્રણામી, ઉદાસીન, નિર્મલ સંત, કબીર પંથી, ચિન્મય મિશન, રામકૃષ્ણ મિશન, લિંગાયત, વાલ્મિકિ સંત, રવિદાસી સંત, આર્ય સમાજ, શીખ સમાજના લોકોને આમંત્રણ આપવામા આવ્યું છે. બોદ્ધ , જૈન, સંત કૈવલ્ય જ્ઞાન, સંત પંથ, ઇસ્કોન, સ્વામિનારાયણ, વારકરી, એકનાથ, બંજારા સંત, વનવાસી સંત, આદિવાસી ગૌંડ, ગુરૂ પરંપરા, ભારત સેવાશ્રમ સંઘ, આચાર્ય સમાજ, સંત સમિતિ, સિંધી સંત, અખાડા પરિષદના પદાધિકારીઓને પણ આમંત્રણ મોકલવામા આવ્યું છે. તેમણે જણાવ્યું કે જે સંતો ચાતુર્માસમાં પીઠ પર છે તેમના નામ લિસ્ટમાંથી હટાવવામા આવ્યા છે. એક એક વ્યક્તિને ફોન કરીને પૂછવામાં આવ્યું છે કે તેઓ આવી શકશે કે નહીં.

108 દિવસથી રામ જન્મભૂમિ પર પૂજન ચાલુ શ્રીરામ જન્મભૂમિ પર પૂજનનો ક્રમ 108 દિવસ પહેલા 18 એપ્રિલે શરૂ થઇ ગયો હતો. તેમાં દરરોજ વેદપાઠ, પુરૂષ સૂક્ત, શ્રીસૂક્ત, અઘોર મંત્ર, વાસ્તુ ગ્રહ, નક્ષત્ર શાંતિના પાઠ અને વિશ્વ સહસ્ત્ર નામ, શ્રીરામ સહસ્ત્રનામ, હનુમાન સહસ્ત્ર નામ, દુર્ગા સપ્તશતી પાઠના મંત્રોથી હવન અને રૂદ્રાભિષેક કરવામા આવ્યું. તેનાથી સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થયો છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી 3 કરોડનું દાન આપશે સમગ્ર દેશમાંથી 1500થી વધુ સ્થળોની પવિત્ર માટી, 2000થી પણ વધુ સ્થળે તેમજ 100થી વધુ પવિત્ર નદીઓ અને કુંડનું જળ અયોધ્યા લાવવામા આવ્યું છે. મહારા્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના ખાતામાંથી 3 કરોડ રૂપિયા દાનમાં આપવાની જાહેરાત કરી છે. તેમાંથી 1 કરોડ રૂપિયા તેઓ આપી ચૂક્યા છે. મોરારી બાપુ તરફથી 18 કરોડનું દાન મળી ચૂક્યું છે.આ તસવીર અયોધ્યાની છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે (વચ્ચે) 5 ઓગસ્ટના કાર્યક્રમની જાણકારી આપી હતી.