Translate to...

શ્રેય હોસ્પિ.ને તો કોવિડ ડેઝિગ્નેટેડ બનવું જ નહોતું, મ્યુનિ.એ NOC ચેક કર્યા વિના પરાણે બનાવી હતી

શ્રેય હોસ્પિ.ને તો કોવિડ ડેઝિગ્નેટેડ બનવું જ નહોતું, મ્યુનિ.એ NOC ચેક કર્યા વિના પરાણે બનાવી હતી




શહેરની નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં બુધવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીનાં મૃત્યુ થયા હતા. માત્ર એટલું જ નહીં, શ્રેય હોસ્પિટલ છેલ્લા 4 મહિનાથી ફાયર NOC વગર ચાલતી હોવાનો પણ ખુલાસો થયો છે. આ મામલે DivyaBhaskarએ ઈન્વેસ્ટિગેશન કરતા એક નવી જ વાત સામે આવી છે. જેમાં શ્રેય હોસ્પિટલ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ બનવા તૈયાર જ નહોતી. પરંતુ તેને જબરદસ્તી કોવિડ હોસ્પિટલ બનાવી દીધી હતી. માત્ર એટલું જ નહીં, કોર્પોરેશને તેની NOC પણ ચેક કરી નહોતી. 20 મે પહેલા એટલે કે લોકડાઉન દરમિયાન કોર્પોરેશને શ્રેય હોસ્પિટલ સહિતની અનેક હોસ્પિટલોને નોટિસ ફટકારી હતી કે, તમે શા માટે કોવિડ હોસ્પિટલ બનવા તૈયાર નથી?

ખાનગી હોસ્પિટલોને ફટકારેલી નોટિસમાં શું કહ્યું હતું અમદાવાદની ઘણી ખાનગી હોસ્પિટલોએ 16 મે 2020ના રોજ પસાર કરેલા એપિડેમિક એક્ટ 1897નું પાલન ના કરતા નોટિસ ફટકારવામાં આવી હતી. આ હોસ્પિટલો કોવિડ 19 ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવી છે. જેને પગલે આ હોસ્પિટલોને કુલ બેડના 50 ટકા કોરોનાના દર્દી માટે જ્યારે અન્ય 50 ટકા બેડ ખાનગી સારવાર માટે ઉપલબ્ધ રાખવા માટે દિશા નિર્દેશો આપ્યા હતા. પરંતુ આ હોસ્પિટલો યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશ અને અમદાવાદ મેડિકલ એસોસિયેશનની વિનંતિને અવગણીને સહકાર અને કોવિડના દર્દી માટે જરૂરી બેડ આપતા નથી. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોસ્પિટલ મેનેજમેન્ટ સામે ફરિયાદ દાખલ કરવાથી લઈ સિવિલ અને ક્રિમિનલ લો હેઠળ પગલા લેવા માટે નોટિસ ફટકારી હતી. કોર્પોરેશને હોસ્પિટલ મેનેજમેન્ટને જાણી જોઈને એપિડેમિક એક્ટ ઉલ્લંઘન કરવામાં આવતા આ નોટિસ ફટકારવામાં આવી છે. આ હોસ્પિટલો દ્વારા જનસમૂહની સલામતી પ્રત્યે ભારોભાર પૂર્વ ગ્રહ રાખવામાં આવી રહ્યો છે.

કોર્પોરેશને ખાનગી હોસ્પિટલોને ફટકારેલી નોટિસનો સ્ક્રિન શોટ

આ હોસ્પિટલો ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ બનવા તૈયાર નહોતી

સ્ટર્લિંગ હોસ્પિટલલાઈફ કેર હોસ્પિટલસરદાર હોસ્પિટલબોડી લાઈન હોસ્પિટલબોપલ ICU એન્ડ ટ્રોમા સેન્ટરશ્રેય હોસ્પિટલસરસ્વતી હોસ્પિટલસાલ હોસ્પિટલરાજસ્થાન હોસ્પિટલSGVP હોસ્પિટલસંજીવની હોસ્પિટલગ્લોબલ હોસ્પિટલકર્ણાવતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલસિંધુ હોસ્પિટલસ્ટાર હોસ્પિટલમેડિલિંક હોસ્પિટલ





fire tragedy: shrey hospital did not want to be designated covid hospital