Translate to...

શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડમાં 8 દર્દીઓનાં મોત માટે આ 5 લોકો જવાબદાર છે

શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડમાં 8 દર્દીઓનાં મોત માટે આ 5 લોકો જવાબદાર છે
શ્રેય હોસ્પિટલની આગની ઘટનામાં આ ચાર અધિકારી અને હોસ્પિટલના સંચાલકની જવાબદારી અંગે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. કાયદા અને નિયમોના પાલનમાં જે કરવું જોઈએ તે નહીં કરીને મોટી ચૂક દાખવી છે.

ભરત મહંત, ટ્રસ્ટી, શ્રેય હોસ્પિટલ

ફાયર એનઓસી રિન્યૂ ન કરાવી, ફાયર સેફ્ટીનાં સાધનો પણ પૂરતાં ન હતાંશા માટે જવાબદાર: હોસ્પિટલની ફાયર એનઓસી રિન્યૂ કરવામાં આવી ન હતી ઉપરાંત આટલી મોટી હોસ્પિટલ હોવા છતાં ફાયર સેફીના સાધનો પણ પર્યાપ્ત ન હતા.

એમ.એફ. દસ્તૂર, ચીફ ફાયર ઓફિસર

આખા શહેરમાં ફાયર NOCની સત્તા પણ 2100માંથી 91 હોસ્પિટલ પાસે જ NOC છેશા માટે જવાબદાર: શહેરમાં ફાયર એનઓસીની સત્તા ચીફ ફાયર ઓફિસરને છે. 2100માંથી ફક્ત 91 હોસ્પિટલ પાસે એનઓસી છે. ક્યારેય ચેકિંગ થતું જ નથી.

ડો.આર.કે. ગુપ્તા, અધિક મુખ્ય સચિવ, osd

ખાનગી હોસ્પિટલોમાં કોવિડ કેર સેન્ટરને મંજૂરી આપી પણ સ્થિતિની તપાસ ન કરીશા માટે જવાબદાર: અમદાવાદમાં કોવિડની સંપૂર્ણ જવાબદારી છે. ખાનગી હોસ્પિટલોને તેમણે ડેઝિગ્નેટેડ કરી હોસ્પિટલની સ્થિતિની ખરાઈ કરી નથી.

મુકેશકુમાર, મ્યુનિસિપલ કમિશનર

ફાયરના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની સમીક્ષા કરવાની જવાબદારી છેશા માટે જવાબદાર: હોસ્પિટલો કે કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયરના નિયમોનું પાલન અને ફાયર વિભાગ યોગ્ય કામ કરે છે કે તેનો રિવ્યૂ કરવાનો હોય છે.

મુકેશ પુરી, અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ શા માટે જવાબદાર: ગુજરાત ફાયર સર્વિસના ડાયરેક્ટર એમ.એફ. દસ્તૂર છે. રાજ્યમાં ફાયર એક્ટનો અમલ થાય છે કે નહીં તે જોવાની તેમની જવાબદારી છે.દરેક સ્થળે ફાયર એક્ટનો અમલ થાય તેની ચોક્સાઈ રાખવાની હોય છેતસવીરમાં ડાબે ઉપરથી ભરત મહંત, એમ.એફ. દસ્તૂર, ડો.આર.કે. ગુપ્તા, મુકેશકુમાર અને મુકેશ પુરી.