શેર બજારમાં રોકાણની સલાહ આપનારા લોકો હવે ઇન્વેસ્ટરો માટે ટ્રેડીંગ નહિ કરી શકે
સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ હિતોના ઘર્ષણને રોકવા માટે ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝરને લગતા નિયમોમાં ફેરફાર કર્યા છે. આ માટે સેબી ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ રેગ્યુલેશન્સ-2013માં સુધારો કર્યો છે. આ ફેરફારો હેઠળ, વ્યક્તિગત ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર રોકાણ સલાહ અને ડિલિવરી સેવાઓમાંથી માત્ર એક જ કરી શકશે. એટલે કે જે એડવાઈઝર રોકાણને લગતી સલાહ આપતા હશે તેઓ ઇન્વેસ્ટર્સ વતી અથવા તેમના માટે ટ્રેડિંગ કરી શકાશે નહી.

કંપનીએ અલગ ડીપાર્ટમેન્ટ બનાવવો પડશેસેબી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કંપની સ્તરે રોકાણની સલાહ અને વિતરણ આપતા એકમો પહેલાની જેમ કાર્યરત રહેશે. પરિવર્તન મુજબ સલાહકાર કંપનીઓએ એડવાઇઝરી અને ડિલીવરી સર્વિસ અથવા ટ્રેડિંગ સર્વિસ માટે અલગ અલગ ડીપાર્ટમેન્ટ બનાવવા પડાશે. જોકે, મોટાભાગની કંપનીઓ હાલમાં આ રીતે જ કામ કરે છે. રોકાણ પ્રવૃત્તિઓમાં સારી પારદર્શિતા માટે રોકાણ સલાહકાર અને ગ્રાહક વચ્ચેનો કરાર ફરજિયાત છે.

રજીસ્ટ્રેશન માટે નેટવર્થની મર્યાદા વધારાઈસેબીએ ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝરના રજીસ્ટ્રેશન માટે નેટવર્થની મર્યાદામાં વધારો કર્યો છે. એડવાઇઝરી કંપનીઓ માટે ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝરના રજીસ્ટ્રેશન માટે નેટવર્થની મર્યાદા રૂ. 25 લાખથી વધારી રૂ. 50 લાખ કરવામાં આવી છે. વ્યક્તિગત ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર માટે આ મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી છે.Investment advisor can not provide delivery service to the investors, SEBI changed the rules