શાયર રાહત ઈન્દોરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દેશમાં 24 કલાકમાં 53016 દર્દીઓ વધ્યા; અત્યાર સુધીમાં 22.67 લાખ કેસ

શાયર રાહત ઈન્દોરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દેશમાં 24 કલાકમાં 53016 દર્દીઓ વધ્યા; અત્યાર સુધીમાં 22.67 લાખ કેસજાણીતા શાયર રાહત ઈન્દોરીનો કોરોનાવાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈન્દોરમાં તેમને મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત ઈન્દોરીના પુત્ર સતલજે આ અંગેની માહિતી આપી છે. પછીથી આ અંગે રાહત ઈન્દોરીએ પણ ટ્વિટ કર્યું છે.

બીજી તરફ પુડુચેરીના બે કેબિનેટ મંત્રી કંડાસામી અને કમલકન્નનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વી.નારાયણસામીએ કહ્યું હું તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરું છું.

દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 22 લાખ 67 હજાર 153 થયો છે. રાહતની વાત એ છે કે તેમાંથી 15 લાખ 81 હજાર 640 લોકો સાજા થયા છે. 24 કલાકમાં 53 હજારથી વધુ દર્દીઓ વધ્યા છે. તમિલનાડુમાં સંક્રમિતોનો આંકડો 3 લાખને વટાવી ગયો છે. સોમવારે 5 હજાર 914 દર્દીઓ વધ્યા છે. આ આંકડો covid19indiaના મુજબનો છે.

कोविड के शरुआती लक्षण दिखाई देने पर कल मेरा कोरोना टेस्ट किया गया, जिसकी रिपोर्ट पॉज़िटिव आयी है.ऑरबिंदो हॉस्पिटल में एडमिट हूँ दुआ कीजिये जल्द से जल्द इस बीमारी को हरा दूँ एक और इल्तेजा है, मुझे या घर के लोगों को फ़ोन ना करें, मेरी ख़ैरियत ट्विटर और फेसबुक पर आपको मिलती रहेगी.

— Dr. Rahat Indori (@rahatindori) August 11, 2020

Shire Relief Indorino Corona report positive, 53016 patients in 24 hours in the country; 22.67 lakh cases so far