Translate to...

શોપિયામાં સેનાએ 3 આતંકી ઠાર કર્યા, 24 કલાકમાં 6 આતંકી ઠાર; અમરનાથ યાત્રાને ટાર્ગેટ કરાઈ હતી

શોપિયામાં સેનાએ 3 આતંકી ઠાર કર્યા, 24 કલાકમાં 6 આતંકી ઠાર; અમરનાથ યાત્રાને ટાર્ગેટ કરાઈ હતી




જમ્મુ-કાશ્મીરના શોપિયાના અમશિપોરા વિસ્તારમાં સેનાએ 3 આતંકીઓને ઠાર કરી દીધા છે. એન્કાઉન્ટર અત્યારે પણ ચાલી રહ્યું છે. અહીં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા પછી આર્મી અને પોલીસ જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું.

#ShopianEncounterUpdate: . So far 03 #unidentified #terrorists killed. #Operation going on. Further details shall follow. @JmuKmrPolice https://t.co/ojP21idGuG

— Kashmir Zone Police (@KashmirPolice) July 18, 2020

24 કલાકમાં સિક્યુરિટી ફોર્સે 6 આતંકી ઠાર કર્યા હતા. શુક્રવારે કુલુગામ જિલ્લાના નાગનાદ શિમર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના 3 આતંકીઓ ઠાર કર્યા હતા. તેમાં એક પાકિસ્તાની હતો. સેનાએ શુક્રવારે જણાવ્યું કે, આતંકીઓએ અમરનાથ યાત્રાને ટાર્ગેટ કરી હતી, પરંતુ આપણાં જવાનોએ તેમને સફળ ન થવા દીધા. આ વર્ષે અમરનાથ યાત્રા 21 જુલાઈથી શરૂ થઈને 3 ઓગસ્ટ સુધી ચાલવાની છે.

આ મહિનામાં 8 એન્કાઉન્ટરમાં 17 આતંકી ઠાર કરાયા

તારીખ જગ્યા આતંકી ઠાર કરાયા 2 જુલાઈ માલબાગ (શ્રીનગર) 1 4જુલાઈ અર્રાહ (કુલગામ) 2 7જુલાઈ ગોસૂ (પુલવામા) 1 11જુલાઈ નૌગામ (કુપવાડા) 2 12જુલાઈ સોપોર (બારામૂલા) 3 13જુલાઈ શ્રીગુફવાડા (અનંતનાગ) 2 17જુલાઈ નાગનાદ શિમર (કુલગામ) 3 18જુલાઈ અમરશિપોરા (શોપિયા) 3





In Shopia, the army killed 3 terrorists, 6 terrorists in 24 hours; The Amarnath Yatra was targeted, Jammu Kashmir