Translate to...

શેખર ગુપ્તા પછી અદનાન સામીએ અવોર્ડ શોની પોલ ખોલી, કહ્યું-‘મફત પર્ફોર્મ કરવા પર અવોર્ડ આપવામાં આવે છે’

શેખર ગુપ્તા પછી અદનાન સામીએ અવોર્ડ શોની પોલ ખોલી, કહ્યું-‘મફત પર્ફોર્મ કરવા પર અવોર્ડ આપવામાં આવે છે’



સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી એક તરફ નેપોટિઝ્મને લઇને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રહસ્યો સામે આવી રહ્યા છે તો બીજી બાજુ અવોર્ડ ફંક્શનની પોલ પણ ખૂલી રહી છે. સિનિયર પત્રકાર શેખર ગુપ્તાએ હાલમાં જ પોતાનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે કરણ જોહનનું નામ લઈને કહ્યું કે, ઘણા ફિલ્મમેકર્સ અવોર્ડ ફંક્શનમાં ખલેલ પહોંચાડે છે. શેખર ગુપ્તા પછી અદનાન સામીએ પણ અવોર્ડ ફંક્શનનું રહસ્ય બધાની સામે મૂક્યું છે. પોતાનો અનુભવ શેર કરીને અદનાને કહ્યું કે, મને પણ એક શોમાં ફીસ લીધા વગર પર્ફોર્મ કરવા પર અવોર્ડ આપવાની ઓફર મળી હતી. જો કે, મેં તે રીતે અવોર્ડ ખરીદવાની ના પાડી દીધી હતી.

અદનાને આ ખુલાસો ડિરેક્ટર શેખર કપૂરના ટ્વીટમાં જવાબ આપીને કર્યો છે. શેખર કપૂરે પત્રકાર શેખર ગુપ્તાનો આર્ટિકલ શેર કરીને અવોર્ડ શો પર લખ્યું કે, બોલિવૂડ ફિલ્મ અવોર્ડ ક્રિએટિવિટીના વખાણ નહિ પરંતુ એક સમાધાન છે. જો હું તમને અવોર્ડ આપું તો શું તમે સ્ટેજ પર ડાન્સ કરશો?

Absolutely correct! I have faced similar ‘negotiations’ where they have wanted me to perform free of charge and bag the award... I told them to F*** Off- I will never ‘buy’ an award!! My dignity & self respect is all that I will take into my grave- nothing else!! https://t.co/TDmt7Hx6m5

— Adnan Sami (@AdnanSamiLive) July 26, 2020

શેખરને જવાબ આપતા અદનાને પણ પોતાનો અનુભવ શેર કર્યો છે. તેણે લખ્યું કે, એકદમ સાચી વાત છે. હું પણ આવ સમાધાનનો અનુભવ કરી ચૂક્યો છું, જ્યાં લોકો એવું ઈચ્છે છે કે હું તેમના માટે મફતમાં પર્ફોર્મ કરું અને તેના બદલામાં મને અવોર્ડ મળે. મેં તેમને કહ્યું કે, હું ક્યારેય અવોર્ડ ખરીદીશ નહિ. મારી સેલ્ફ રિસ્પેક્ટ જ છે, જેને હું મારી કબરમાં પણ સાથે લઇને જઈશ.

શેખર ગુપ્તાએ કરણ જોહર પર આક્ષેપ કર્યો શેખર ગુપ્તા ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના પ્રમુખ હતા. તે સમયે આ ગ્રુપ સ્ક્રીન અવોર્ડ શોનું આયોજન કરતું હતું. 2011માં યોજાયેલા અવોર્ડ શોમાં શાહરુખ ખાનની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’ને નોમિનેશન આપવામાં આવ્યું નહોતુ અને આ જ કારણે કરણ તથા તેની ટીમ ઘણી જ ગુસ્સે થઈ હતી. તેમણે શેખર ગુપ્તાને અનેક ફોન કર્યા હતા. શાહરુખ તથા કરણ આ શોના હોસ્ટ હતા અને આથી જ આ બાબત ગંભીર હતી. ત્યારબાદ મામલો વધારે ગંભીર ન બને એટલે શાહરુખ ખાનને પોપ્યુલર ચોઈસ અવોર્ડ આપવામાં આવ્યો હતો. કરણની ટીમનું માનવું હતું કે, અમોલ પાલેકર તે શોના જ્યુરી મેમ્બર હતા એટલે કે પર્સનલ કારણોને લીધે અવોર્ડ આપવામાં ન આવ્યો.







After Shekhar Gupta, Adnan Sami Exposed The Award Show Of Bollywood 'Award Is Given In Lieu Of Performing For Free'