Translate to...

શૈક્ષણિક સસ્થા અને હોસ્પિટલને ફાયર NOC ‘ફ્રી’માં મળે છે છતાં સંચાલકોની ગેરજવાબદારી લોકોના જીવ જોખમમાં નાંખે છે

શૈક્ષણિક સસ્થા અને હોસ્પિટલને ફાયર NOC ‘ફ્રી’માં મળે છે છતાં સંચાલકોની ગેરજવાબદારી લોકોના જીવ જોખમમાં નાંખે છે




નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં બનેલી દુર્ઘટના બાદ હોસ્પિટલ દ્વારા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર વિભાગ દ્વારા ફાયર NOC શૈક્ષણિક સસ્થાઓ અને હોસ્પિટલોને વિનામૂલ્યે અપાતી હોવાનું સામે આવી રહ્યું છે. વિનામૂલ્યે ફાયર દ્વારા NOC અપાતી હોવાછતાં શહેરની શૈક્ષિણક સંસ્થાઓ અને હોસ્પિટલ દ્વારા બેજવાબદારી દાખવાઈ રહી છે અને લોકોના જીવનને ખતરામાં નાંખવામાં આવી રહ્યા છે. અમદાવાદની 2100 હોસ્પિટલમાંથી માંત્ર 21 પાસે જ ફાયર વિભાગનું NOC હોવાનું સામે આ્વ્યું છે.

સમયસર ઈન્સ્પેક્શન ન થાય તો દુર્ઘટનાની સંભાવનાઓ ફાયર બ્રિગેડના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે, શ્રેય હોસ્પિટલમાં NOC ન હતી. જ્યારે આ ઘટના બન્યા બાદ હવે દરેક હોસ્પિટલમાં ફાયરના સાધનો લગાવવા સૂચના અપાઈ છે. ફાયર NOC મેળવવા માટે કોઈ ચાર્જ લેવામાં નથી આવતો હોવાનું પણ સામે આવી રહ્યુ છે. શહેરમાં આવેલી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થા દ્વારા NOC લેવામાં આવે તેનો કોઈ ચાર્જ નથી તેમ છતાં કેટલાક સંચાલકો NOC નહીં મેળવીને માસૂમ લોકોના જીવ ખતરામાં મૂકે છે. વિનામૂલ્યે NOC મળતું હોવા છતાં ફાયર NOC ન લઈને સમયસર ફાયર ઇન્સ્પેક્શન ન થાય તો હજુ વધુ શ્રેય હોસ્પિટલ જેવી ઘટના બની શકે છે.







Educational Institutions and Hospitals Get Fire NOC free yet Irresponsibility of Administrators Risks People's Lives