Translate to...

‘શિક્ષણમંત્રી પોતાનું ધારાસભ્ય પદ બચાવવા સુપ્રીમ કોર્ટ સુધી લડી શકતા હોય તો વાલીઓ માટે કેમ નહીં?’

‘શિક્ષણમંત્રી પોતાનું ધારાસભ્ય પદ બચાવવા સુપ્રીમ કોર્ટ સુધી લડી શકતા હોય તો વાલીઓ માટે કેમ નહીં?’
ઓનલાઇન શિક્ષણની ફી મુદ્દે સરકારે કરેલા પરિપત્રને આજે હાઇકોર્ટે રદ કરીને શાળા સંચાલકોને ફી લેવા માટેની છૂટ આપી છે. આનાથી ગુજરાતના શિક્ષણ વિભાગ અને ખાનગી શાળા સંચાલકો વચ્ચે નો વધુ એક વિવાદ સર્જાયો છે. ગુજરાતના દોઢ કરોડથી વધુ વાલીઓ અને અખિલ ગુજરાત વાલી મંડળના પ્રમુખની માગણી છે કે શિક્ષણમંત્રી પોતાનું ધારાસભ્ય પદ બચાવવા છેક સુપ્રીમ કોર્ટમાં જઇ શકતા હોય તો વાલીઓના હિતમાં કેમ નહીં? તેમની માગણી છે કે શિક્ષણ વિભાગે છેક સુપ્રીમ કોર્ટ સુધી ખાનગી સંચાલકો સામે લડી લેવું જોઈએ.

ઓનલાઇન શિક્ષણની ફી લેવી હિતાવહ નથીઃ વાલી મંડળના પ્રમુખ વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને ખાનગી શાળા સંચાલકોએ વાલીઓના હિતમાં ફીનો મુદ્દો તાત્કાલિક અસરથી ઉકેલવો જોઈએ ખાસ કરીને ઓનલાઇન શિક્ષણની ફી લેવી હિતાવહ નથી, જેથી સંચાલકોએ પણ આ ફી હાલ પુરતી બંધ કરવી જરૂરી છે.

શાળાઓને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા હાઈકોર્ટનો આદેશ ઉલ્લેખનીય છે કે,ફી મુદ્દે શાળા સંચાલકો અને સરકાર વચ્ચે જે પરિપત્રને લઈને ધમાસાણ શરુ થયું હતું તે મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં અગાઉ રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો હતો કે શાળા ન ખુલે ત્યાં સુધી શાળાઓ ફી લઈ શકશે નહીં. પરંતુ હવે આ પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો છે. આ સાથે શાળાઓને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા આદેશ કર્યો છે.

રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કહ્યું સંચાલકો કોઈ વાટાઘાટો માટે તૈયાર ન થયા હાઈકોર્ટે રાજ્ય સરકારે જાહેર કરેલો ફી મુદ્દેનો અગાઉનો પરિપત્ર રદ્દ કર્યો છે તો સાથે જ કહ્યું છે કે શાળાઓ ટ્યુશન ફી લઈ શકશે. આગામી સમયમાં હાઈકોર્ટ સંચાલકોને લઈને નિર્દેશ જાહેર કરશે. હાઈકોર્ટે ખાનગી શાળાઓએ જે રીતે ઓનલાઈન શિક્ષણ બંધ કર્યું, તેના પર નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટમાં સરકારે તેનો પક્ષ રાખતાં કહ્યું હતું કે તેમણે શાળા સંચાલકો સાથે ફી મુદ્દે વાતચીત કરી હતી. પરંતુ સંચાલકો કોઈ વાટાઘાટો માટે તૈયાર ન થયા. આ સાથે હાઈકોર્ટે વાલીઓની સમસ્યા અને શાળાના ખર્ચ વચ્ચે સંતુલન હોવું જોઈએ તે વાતની પણ ટકોર કરી છે.શિક્ષણમંત્રી અને શિક્ષણ વિભાગે સુપ્રીમ કોર્ટ સુધી ખાનગી સંચાલકો સામે લડી લેવું જોઈએ: વાલી મંડળના પ્રમુખ