શહેરમાં નવા 6 વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરાયા, હવે કુલ 34 કન્ટેનમેન્ટ ઝોન થયા

શહેરમાં નવા 6 વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરાયા, હવે કુલ 34 કન્ટેનમેન્ટ ઝોન થયા



રાજકોટમાં કોરોનાની મહામારી યથાવત્ છે. ત્યારે મહાનગરપાલિકાએ જ્યાં કોરોના પોઝિટિવ કેસ આવ્યાં છે તે જગ્યાઓને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી છે. આમ, આજે રાજકોટ શહેરમાં 8 વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યાં છે. આમ, અત્યાર સુધીમાં કુલ 34 વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન હેઠળ સમાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયુ છે. રાજકોટમાં ગઈકાલે રવિવારના સાંજના 5 વાગ્યાથી આજે સોમવારના બપોરના 12 વાગ્યા સુધીમાં નવા 50 કેસ નોંધાયા છે. આમ રાજકોટ શહેરમાં પોઝિટિવ સંખ્યા 983 થઈ છે. જેમાં 549 દર્દી સારવાર હેઠળ છે.

છેલ્લા 15 કલાકમાં 12 લોકોના મોત
રાજકોટમાં 15 કલાકમાં 12 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે 10 લોકોના મોત થયા હતા. જેથી છેલ્લા 2 દિવસમાં કોરોનાથી 21 દર્દીના મોત થયા છે. કોરોનાના કહેર વચ્ચે સિવિલ સર્જનની બદલી થઈ છે. સિવિલ હોસ્પિટલના ડોકટર મનિશ મહેતાની બદલી કરાઈ છે. જુનાગઢ ખાતે ગુજરાત મેડિકલ એજયુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હસ્તકની મેડિકલ કોલેજ ખાતે બદલી કરાઈ છે. રાજકોટ સિવિલ સર્જનનો વધારાનો ચાર્જ ડોક્ટર પંકજ બૂચને સોંપવામાં આવ્યો છે. ભાવનગરમાં 33 કેસ નોંધાયા છે. જામનગરમાં આજે વધુ 3 કેસ નોંધાયા છે.

કન્ટેનમેન્ટ ઝોનની યાદી
કન્ટેનમેન્ટ ઝોનની યાદી
કન્ટેનમેન્ટ ઝોનની યાદી
કન્ટેનમેન્ટ ઝોનની યાદી








આજે ઉમેરવામાં આવેલા કન્ટેનમેન્ટ ઝોનની માહિતી