Translate...

શહેરમાં નવા 16 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા, 22 વિસ્તારને મુક્ત કરાયા, કુલ 257 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં

શહેરમાં નવા 16 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા, 22 વિસ્તારને મુક્ત કરાયા, કુલ 257 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં



શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વિસ્તારમાં કેસ વધે ત્યાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. જે અનુસાર આજે 16 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે 22 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા છે. શહેરમાં હાલ 257 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં છે.

આજે 16 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા. તેમાં ચાર દક્ષિણ ઝોનમાં, એક ઉત્તર ઝોનમાં, ત્રણ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં, બે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં, ત્રણ પૂર્વ ઝોનમાં, બે પશ્ચિમ ઝોનમાં, એક મધ્ય ઝોનમાં સામેલ છે.

22 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા.





નવા 16 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા.