શહેરમાં કોરોનાના કેસ ઘટ્યાં અને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વધ્યાં, વધુ 11 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર

શહેરમાં કોરોનાના કેસ ઘટ્યાં અને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વધ્યાં, વધુ 11 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેરશહેરમાં વધુ 11 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેરમાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં કુલ 99 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં પશ્ચિમ ઝોનમાં 4, દક્ષિણ પશ્ચિમ ઝોન, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં 2-2 અને મધ્ય ઝોનમાં 1 વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આમ હવે કુલ 110 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન થઈ ગયા છે. અમદાવાદમાં એકતરફ કેસ ઘટી રહ્યા છે પરંતુ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વધી રહ્યા છે. એક જ ફ્લેટ કે સોસાયટી 4 કે 5 કેસ થઈ જતાં જ તેને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી દેવાય છે.

ઉલ્લેખનીય છે કે, 5 જુલાઈના રોજ શહેર અને જિલ્લા સહિત સતત 13માં દિવસે 250થી ઓછા અને 5 દિવસમાં ત્રીજીવાર 200થી ઓછા 177કેસ નોંધાયા છે.corona cases decrease in ahmedabad but micro-content zones increase