શહેરમાં આજે નવા 237 નવા કેસ નોંધાતા કુલ કેસ 14 હજારને પાર પહોંચ્યા, 12 લોકોના મોત થતા મૃત્યુઆંક 621 થયો

શહેરમાં આજે નવા 237 નવા કેસ નોંધાતા કુલ કેસ 14 હજારને પાર પહોંચ્યા, 12 લોકોના મોત થતા મૃત્યુઆંક 621 થયોમહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 14 હજારને પાર પહોંચી ગઈ છે. આજે સુરત સિટીમાં 209 નવા કેસ નોંધાયા છે. જ્યારે ડિસ્ટ્રિક્ટમાં 28 કેસ નોંધાયા છે. આમ કુલ 237 નવા કેસ નોંધાયા છે. સુરત જિલ્લામાં હવે કોરોનાના કુલ કેસની સંખ્યા 14,162 થઈ ગઈ છે. આ ઉપરાંત આજે 12 લોકો મોતને ભેટ્યાં છે. આમ, કુલ મૃત્યુઆંક 621 થયો છે. અત્યાર સુધીમાં 9833 લોકોએ કોરોનાને હરાવી ઘરે પાછા ફર્યા છે. આજે સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ નરેન્દ્ર ગાંધીનું કોરોનાથી મોત થયું છે.

સુરત મહાનગરપાલિકાના પૂર્વ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષનું કોરોનાથી મોત આજે સુરત પીપલ્સ બેંકના પૂર્વ ચેરમેન અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ નરેન્દ્ર ગાંધીનું પણ એક સપ્તાહની સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના કારણે મોત થયું છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર, ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ, સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન નરેન્દ્રભાઈ ગાંધી છેલ્લા એક સપ્તાહથી મહાવીર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યાં આજે સવારે તેમનું કોરોનાથી નિધન થયું છે.

સિટીમાં કુલ 11,190 અને ગ્રામ્યમાં 2735 કેસ થયા સુરત સિટીમાં કોરોનાથી 497ના મોત થયા છે અને કુલ કેસ 11,190 નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાં કુલ 2735 કેસ અને 112ના મોત થયા છે. સિટી ગ્રામ્યમાં કુલ કેસનો આંક 13,925 અને મૃત્યુઆંક 609 થયો છે. કુલ 9579 દર્દીઓ સાજા થયા છે. તેમાં સિટીના 7697 અને ગ્રામ્યના 1882 દર્દીઓના સમાવેશ થાય છે.

સુરત સિવિલમાં અને સ્મીમેરમા 477 દર્દીઓ ગંભીર સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામા 609 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 423 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 362 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 19 વેન્ટિલેટર, 41 બાઈપેપ અને 302 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 153 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 115 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 12 વેન્ટિલેટર, 23 બાઈપેપ અને 80 દર્દીઓ ઓક્સિજન પર છે.ફાઇલ તસવીર